________________
૧૦૦
લાક્ષણિક સાહિત્ય
કવિશિક્ષા :
આચાર્ય બપ્પભટ્ટિસૂરિ (વિ.સં. ૮૦૦ થી ૮૯૫)એ “કવિશિક્ષા” કે એવા જ નામથી કોઈ સાહિત્યગ્રંથ રચ્યો હોય, તેમ વિનયચંદ્રસૂરિરચિત “કાવ્યશિક્ષાના ઉલ્લેખો પરથી જાણી શકાય છે. આચાર્ય વિનયચંદ્રસૂરિએ “કાવ્યશિક્ષાના પ્રથમ પદ્યમાં ‘વપ્નમટ્ટિપુરમ્' (પૃષ્ઠ ૧) અને ‘તક્ષMÍતે વ્યં વપૂમટ્ટિપાવતઃ' (પૃષ્ઠ ૧૦૯) આ જાતના ઉલ્લેખો કર્યા છે. બપ્પભટ્ટસૂરિનો “કવિશિક્ષા’ કે આ જાતના નામવાળો અન્ય કોઈ ગ્રંથ આજ સુધી ઉપલબ્ધ થયો નથી.
આચાર્ય બપ્પભટ્ટસૂરિએ અન્ય ગ્રંથોની રચના પણ કરી હતી. તેમના ‘તારાગણ” નામક કાવ્યનું નામ લેવામાં આવે છે પરંતુ તે હજી સુધી પ્રાપ્ત થયું નથી. શૃંગારમંજરીઃ
મુનિ અજિતસેને “શૃંગારમંજરી' નામની કૃતિની રચના કરી છે. તેમાં ૩ અધ્યાય છે અને કુલ મળીને ૧૨૮ પડ્યો છે. આ અલંકારશાસ્ત્ર-સંબંધી સામાન્ય ગ્રંથ છે. તેમાં દોષ, ગુણ અને અર્થાલંકારોનું વર્ણન છે.
કર્તાના વિષયમાં કશી જાણકારી મળતી નથી. ફક્ત રચના પરથી જાણી શકાય છે કે આ ગ્રંથ વિક્રમની ૧૦મી શતાબ્દીમાં લખવામાં આવ્યો હશે.
એની હસ્તલિખિત પ્રત સૂરતના એક ભંડારમાં છે, તેવો “જિનરત્નકોશ' પૃ. ૩૮૬માં ઉલ્લેખ છે. કૃષ્ણમાચારિયરે પણ તેનો ઉલ્લેખ કર્યો છે.' કાવ્યાનુશાસન
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' વગેરે અનેક ગ્રંથોના નિર્માણથી સુવિખ્યાત, ગુર્જરેશ્વર સિદ્ધારાજ જયસિંહ દ્વારા સન્માનિત અને પરમાહિત્ કુમારપાળ નરેશના ધર્માચાર્ય કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિએ “કાવ્યાનુશાસન' નામના અલંકારગ્રંથની વિ. સં. ૧૧૯૬ની આસપાસમાં રચના કરી છે.
૧. જુઓ - હિસ્ટ્રી ઓફ કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૭૫૨. ૨. આ ગ્રંથ નિર્ણયસાગર પ્રેસ, મુંબઈની “કાવ્યમાલા' ગ્રંથાવલીમાં સ્વોપજ્ઞ બંને વૃત્તિઓ
સાથે પ્રકાશિત થયો હતો. પછી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈથી સન્ ૧૯૩૮માં પ્રકાશિત થયો. તેની બીજી આવૃત્તિ ત્યાંથી જ સન્ ૧૯૬૫માં પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org