________________
લાક્ષણિક સાહિત્ય
પં. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠે ‘પાઈયસમહષ્ણવ' (પ્રાકૃતશબ્દમહાર્ણવ) નામનો પ્રાકૃત-હિન્દી-શબ્દ-કોશ રચ્યો છે જે પ્રકાશિત છે.
૯૬
શતાવધાની શ્રી રત્નચંદ્રજી મુનિએ ‘અર્ધમાગધી-ડિક્શનરી' નામથી આગમોના પ્રાકૃત શબ્દોનો ચાર ભાષાઓમાં અર્થ આપીને પ્રાકૃતકોશગ્રંથ બનાવ્યો છે જે પ્રકાશિત છે.
આગમોદ્ધારક આચાર્ય આનંદસાગરસૂરિના ‘અલ્પપરિચિતસૈદ્ધાન્તિકશબ્દકોશ'ના બે ભાગો પ્રકાશિત થયા છે.
તૌરુષ્કીનામમાલા :
સોમમંત્રીના પુત્રે (જેનું નામ જણાવવામાં નથી આવ્યું) ‘તૌરુષ્કીનામમાલા' અપરનામ ‘યવનનામમાલા’ નામના સંસ્કૃત-ફારસી-કોશગ્રંથની રચના કરી છે, જેની વિ.સં. ૧૭૦૬માં લખાયેલી ૬ પત્રોની એક પ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં છે. તેના અંતમાં આ પ્રમાણેની પ્રશસ્તિ છે ઃ
राजर्षेर्देशरक्षाकृत् गुमास्त्यु स च कथ्यते । हीमतिः सत्त्वमित्युक्ता यवनीनाममालिका ॥
इति श्रीजैनधर्मीय श्रीसोममन्त्रीश्वरात्मजविरचिते यवनीभाषायां तौरुष्कीनाममाला समाप्ता । सं. १७०६ वर्षे शाके १५७२ वर्तमाने ज्येष्ठशुक्लाष्टमीघस्त्रे श्रीसमालखानडेरके लिपिकृता महिमासमुद्रेण ।
મુસ્લિમ રાજકાળમાં સંસ્કૃત-ફારસીના વ્યાકરણ અને કોશગ્રંથોની જૈનજૈનેતરસ્કૃત ઘણી બધી રચનાઓ મળે છે. બિહારી કૃષ્ણદાસ, વેદાંગરાય અને બે અજ્ઞાત વિદ્વાનોની વ્યાકરણ-ગ્રંથોની રચનાઓ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. પ્રતાપભટ્ટકૃત ‘યવનનામમાલા' અને અજ્ઞાતકર્તૃક એક ફારસી-કોશની હસ્તલિખિત પ્રતો પણ ઉપર્યુક્ત વિદ્યામંદિરના સંગ્રહમાં છે. ફારસી-કોશ :
:
કોઈ અજ્ઞાતનામી વિદ્વાને આ ‘ફારસી-કોશ'ની રચના કરી છે, જેની ૨૦મી સદીમાં લખાયેલી ૬ પત્રોની પ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org