________________
ત્રીજું પ્રકરણ અલંકાર
વામને પોતાના “કાવ્યાલંકારસૂત્રમાં “અલંકાર' શબ્દના બે અર્થ બતાવ્યા છે : ૧. સૌન્દર્યના રૂપમાં (સૌન્દર્યકર્તા:) અને ૨.અલંકરણના રૂપમાં (મર્તચિતેનેન,
RUવ્યુત્પજ્યા પુનરત્નારબ્લિોક્યમુપમતિષ વર્તત). તેમના મતે કાવ્યશાસ્ત્ર-સંબંધી ગ્રંથને કાવ્યાલંકાર એ માટે કહેવાય છે કે તેમાં કાવ્યગત સૌંદર્યનો નિર્દેશ અને આખ્યાન કરવામાં આવે છે. તેથી આપણે ચિં ગ્રાઈમનફ઼રાત' કાવ્યને ગ્રાહ્ય અને શ્રેષ્ઠ માનીએ છીએ.
- “અલંકાર' શબ્દના બીજા અર્થનો ઈતિહાસ જોવામાં આવે તો રુદ્રદામનુના શિલાલેખ અનુસાર દ્વિતીય શતાબ્દી ઈસ્વી સન્માં સાહિત્યિક ગદ્ય અને પદ્યને અલંકૃત કરવું આવશ્યક માનવામાં આવતું હતું.
“નાટ્યશાસ્ત્ર' (અ. ૧૭, ૧-૫)માં ૩૬ લક્ષણ ગણાવવામાં આવ્યા છે. નાટ્યમાં પ્રયુક્ત કાવ્યમાં તેમનો વ્યવહાર થતો હતો. ધીરે-ધીરે આ લક્ષણો લુપ્ત થતાં ગયાં અને તેમાંથી કેટલાંક લક્ષણોનો દંડી આદિ પ્રાચીન આલંકારિકોએ અલંકારના રૂપમાં સ્વીકાર કર્યો. ભૂષણ અથવા વિભૂષણ નામના પ્રથમ લક્ષણમાં અલંકારો અને ગુણોનો સમાવેશ થયો.
“નાટ્યશાસ્ત્ર'માં ઉપમા, રૂપક, દીપક, યમક-આ ચાર અલંકારોને નાટકના અલંકારો માનવામાં આવ્યા છે.
જૈનોના પ્રાચીન સાહિત્યમાં “અલંકાર' શબ્દનો પ્રયોગ અને તેનું વિવેચન ક્યાં થયું છે અને અલંકાર-સંબંધી પ્રાચીન ગ્રંથ કયા છે, તેની શોધ કરવી પડશે.
જૈન સિદ્ધાંત-ગ્રંથોમાં વ્યાકરણની સૂચના ઉપરાંત કાવ્યરસ, ઉપમા આદિ વિવિધ અલંકારોનો ઉપયોગ થયો છે. પમી શતાબ્દીમાં રચિત નંદીસૂત્રમાં કાવ્યરસનો ઉલ્લેખ
- ૧. ભૂષણની વ્યાખ્યા - અતંરભુનશૈવ વધ: સમતફતમ્
भूषणैरिव चित्राथै स्तद् भूषणमिति स्मृतम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org