________________
કોશ
૯૧
આચાર્ય હર્ષકીર્તિસૂરિ વ્યાકરણ અને વૈદ્યકમાં નિપુણ હતા. તેમના નિમ્નોક્ત ગ્રંથો છે :
૧. યોગચિંતામણિ, ૨. વૈદ્યકસારોદ્વાર, ૩. ધાતુપાઠ, ૪. સે-અનિકારિકા, ૫. કલ્યાણ મંદિરસ્તોત્ર-ટીકા, ૬. બૃહસ્થતિસ્તોત્ર-ટીકા, ૭. સિંદૂરપ્રકર, ૮. શ્રુતબોધ-ટીકા આદિ.
શબ્દરત્નાકર :
ખરતરગચ્છીય સાધુસુંદરગણિએ વિ. સં. ૧૬૮૦માં “શબ્દરત્નાકર' નામક કોશગ્રંથની રચના કરી છે. સાધુસુંદર સાધુ કીર્તિના શિષ્ય હતા.
શબ્દરત્નાકર પદ્યાત્મક કૃતિ છે. તેમાં છ કાંડ- ૧. અહતું, ૨. દેવ, ૩. માનવ, ૪. તિર્યક, ૫. નારક અને ૬. સામાન્ય કાંડ – છે.'
આ ગ્રંથના કર્તાએ “ઉક્તિરત્નાકર' અને ક્રિયાકલાપવૃત્તિયુક્ત “ધાતુરત્નાકર'ની રચના પણ કરી છે. તેમનું જેસલમેરના કિલ્લામાં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથ-તીર્થકરની સ્તુતિરૂપ સ્તોત્ર પણ પ્રાપ્ત થાય છે. અવ્યયૅકાક્ષરનામમાલા :
મુનિ સુધાકલશગણિએ “અવ્યયંકાક્ષરનામમાલાનામક ગ્રંથ ૧૪મી શતાબ્દીમાં રચ્યો છે. તેની ૧ પત્રની ૧૭મી શતાબ્દીમાં લખાયેલી પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં વિદ્યમાન છે. શેષનામમાલા :
ખરતરગચ્છીય મુનિ શ્રી સાધુકીર્તિએ શેષનામમાલા” કે “શેષસંગ્રહનામમાલા” નામક કોશગ્રંથની રચના કરી છે. તેમના જ શિષ્યરત્ન સાધુસુંદરગણિએ વિ.સં. ૧૬૮૦માં ‘ક્રિયાકલાપ' નામક વૃત્તિયુક્ત “ધાતુરત્નાકર', “શબ્દરત્નાકર' અને “ઉક્તિરત્નાકર' નામના ગ્રંથોની રચના કરી છે.
મુનિ સાધુકીર્તિએ યવનપતિ બાદશાહ અકબરની સભામાં અન્યાન્ય ધર્મપંથોના પંડિતો સાથે વાદ-વિવાદમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેથી બાદશાહે તેમને
૧. આ ગ્રંથ યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગરથી વી.સં. ર૪૩૯માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org