________________
વ્યાકરણ
૫૯
ટીકા :
“સા. વ્યા.” પર તપાગચ્છીય ઉપાધ્યાય ભાનુચંદ્રના શિષ્ય દેવચંદ્ર શ્લોકબદ્ધ ટીકાની રચના કરી છે, જેની પ્રત બીકાનેરના શ્રી અગરચંદજી નાહટાના સંગ્રહમાં છે.
ટીકા :
“સા. વ્યાં.' પર યતીશ નામના વિદ્વાને એક ટીકા રચી છે, તેવો ઉલ્લેખ મુનિશ્રી ચતુરવિજયજીના “જૈનેતર સાહિત્ય અને જેનો’ નામના લેખમાં છે. આ ટીકાગ્રંથ સહજકીર્તિરચિત ટીકા હોય તેવી સંભાવના છે.
વૃત્તિઃ
સારસ્વત-વ્યાકરણ' પર હર્ષકીર્તિસૂરિ-રચિત કોઈ વૃત્તિનો ઉલ્લેખ મુનિ શ્રી ચતુરવિજયજીના “જૈનેતર સાહિત્ય અને જૈનો' લેખમાં છે. આ વૃત્તિનું નામ કદાચ દીપિકા' હોઈ શકે.
ચન્દ્રિકા :
સારસ્વત-વ્યાકરણ’ પર મુનિ શ્રી મેઘવિજયજીએ “ચંદ્રિકા' નામની ટીકાની રચના કરી છે. સમય નિશ્ચિત નથી. તેનો ઉલ્લેખ પંજાબ-ભંડાર-સૂચી ભા.૧માં છે.
પંચસંધિ-બાલાવબોધ :
સારસ્વત વ્યાકરણ' પર ઉપાધ્યાય રાજસીએ ૧૮મી શતાબ્દીમાં પંચસંધિબાલાવબોધ' નામની ટીકાની રચના કરી છે. તેની પ્રત બીકાનેરના ખરતર આચાર્ય શાખા-ભંડારમાં છે.
ટીકાઃ
સારસ્વત-વ્યાકરણ” પર મુનિ ધનસાગરે “ધનસાગરી’ નામના ટીકા ગ્રંથની રચના કરી છે, તેવો ઉલ્લેખ “જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં છે.
ભાષાટીકા :
“સારસ્વત-વ્યાકરણ' પર મુનિ આનંદનિધાને ૧૮મી શતાબ્દીમાં ભાષાટીકાની રચના કરી છે, જેની પ્રત ભીનાસરના બહાદુરમલ બાંઠિયાના સંગ્રહમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org