________________
લાક્ષણિક સાહિત્ય
આ “પ્રાકૃત વ્યાકૃતિ આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિનિર્મિત મહાકાય સપ્તભાગાત્મક “અભિધાનરાજેન્દ્ર નામક કોશના પ્રથમ ભાગના પ્રારંભમાં પ્રકાશિત છે.' દોધકવૃત્તિ:
સિદ્ધહેમશબ્દાનુશાસન'ના ૮મા અધ્યાયના ચતુર્થ પાદમાં જે “અપભ્રંશ વ્યાકરણ વિભાગ છે તેના સુત્રોની બૃહદુવૃત્તિમાં ઉદાહરણરૂપે જે દોગ્ધક-દોધક-દૂહ આપવામાં આવ્યા છે તેના પર આ વૃત્તિ છે. ૨ હેમદોધકર્થ :
સિદ્ધહેમશબ્દાનુશાસન'ના ૮મા અધ્યાયના “અપભ્રંશ-વ્યાકરણ'ના સૂત્રોની બૃહદવૃત્તિ માં જે “દુહા' રૂપ ઉદાહરણ આપવામાં આવ્યા છે તેમના અર્થોનું સ્પષ્ટીકરણ આ ગ્રંથમાં છે. “જૈન ગ્રંથાવલી' પૃ. ૩૦૧માં તેની ૧૩ પત્રોની હસ્તલિખિત પ્રતિ હોવાનો ઉલ્લેખ છે. પ્રાકૃત-શબ્દાનુશાસન :
પ્રાકૃત શબ્દાનુશાસન'ના કર્તા ત્રિવિક્રમ નામના વિદ્વાન છે. તેમણે મંગલાચરણમાં વીરને નમસ્કાર કર્યા છે તથા “ધવલા'ના કર્તા વીરસેન અને જિનસેન આદિ આચાર્યોનું સ્મરણ કર્યું છે તેનાથી લાગે છે કે તેઓ દિગંબર જૈન હતા. તેમણે ઐવિદ્ય અહિંન્નન્ટિ પાસે બેસીને જૈન શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું. તેમણે પોતાનો ઉલ્લેખ સુકવિરૂપે કર્યો છે પરંતુ તેમનો કોઈ કાવ્યગ્રંથ અત્યાર સુધી મળ્યો નથી. હા, આ “પ્રાકૃત વ્યાકરણ'ના સૂત્રોને તેમણે પદ્યોમાં ગ્રથિત કર્યા છે જેનાથી તેમના કવિત્વનો ખ્યાલ આવે છે.
વિદ્વાનોએ ત્રિવિક્રમનો સમય ઈસુની ૧૩મી શતાબ્દી માન્યો છે. તેમણે સાધારણપણે આચાર્ય હેમચંદ્રના “પ્રાકૃત વ્યાકરણ'નું જ અનુસરણ કર્યુ છે. તેમણે પણ આચાર્ય હેમચંદ્રની જેમ આર્ષ પ્રાકૃતનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ આર્ષ અને દેશ્ય રૂઢ હોવાને કારણે સ્વતંત્ર છે, માટે તેના વ્યાકરણની જરૂર નથી, સાહિત્યમાં વ્યવહત પ્રયોગો દ્વારા જ તેમનું જ્ઞાન થઈ શકે છે. જે શબ્દ સાધ્યમાન અને સિદ્ધ સંસ્કૃત છે
૧. આ ભાગ જૈન શ્વેતાંબર સમસ્તસંઘ, રતલામથી વિ.સં. ૧૯૭૦માં પ્રકાશિત થયો છે. ર. આ હેમચન્દ્રાચાર્ય જૈન સભા, પાટણથી પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org