________________
લાક્ષણિક સાહિત્ય
હેમચંદ્ર વ્યાકરણ-જ્ઞાનને સક્રિય બનાવવા અને વિદ્યાર્થીઓને ભાષાનું જ્ઞાન સુલભ કરાવવા માટે સંસ્કૃત અને દેશ્ય ભાષાના કોશોની રચના આ પ્રમાણે કરી છેઃ ૧. અભિધાનચિંતામણિ સટીક, ૨. અનેકાર્થસંગ્રહ, ૩. નિધટુસંગ્રહ અને ૪. દેશીનામમાલા (રયણાવલી).
આચાર્ય હેમચંદ્ર કોશની ઉપયોગિતા બતાવતાં કહ્યું છે કે બુધજનો વસ્તૃત્વ અને કવિત્વને વિદ્વત્તાનું ફળ બતાવે છે, પરંતુ આ બંને શબ્દજ્ઞાન વગર સિદ્ધ થઈ શકતા નથી.
અભિધાનચિંતામણિ'ની રચના સામાન્યપણે “અમરકોશ” અનુસાર જ કરવામાં આવી છે. આ કોશ રૂઢ, યૌગિક અને મિશ્ર એકાર્થક શબ્દોનો સંગ્રહ છે. તેમાં છ કાંડોની યોજના આ પ્રમાણે કરવામાં આવી છે :
પ્રથમ દેવાધિદેવકાંડમાં ૮૬ શ્લોકો છે, જેમાં ચોવીસ તીર્થંકર, તેમના અતિશય આદિનાં નામ આપવામાં આવ્યા છે.
દ્વિતીય દેવકાંડમાં ૨૫૦ શ્લોકો છે તેમાં દેવો, તેમની વસ્તુઓ અને નગરોનાં નામ છે.
તૃતીય મર્યકાંડમાં ૫૯૭ શ્લોકો છે, તેમાં મનુષ્યો અને તેમના વ્યવહારમાં આવતા પદાર્થોનાં નામ છે.
ચતુર્થ તિર્યકાંડમાં ૪૨૩ શ્લોકો છે, તેમાં પશુ, પક્ષી, જંતુ, વનસ્પતિ, ખનીજ આદિનાં નામ છે.
પંચમ નારકકાંડમાં ૭ શ્લોકો છે, તેમાં નરકવાસીઓનાં નામ છે.
છઠ્ઠા સાધારણકાંડમાં ૧૭૮ શ્લોકો છે, જેમાં ધ્વનિ, સુગંધ અને સામાન્ય પદાર્થોનાં નામ છે.
ગ્રંથમાં કુલ મળીને ૧૫૪૧ શ્લોકો છે.
હેમચંદ્રે આ કોશની રચનામાં વાચસ્પતિ, હલાયુધ, અમર, યાદવપ્રકાશ, વૈજયન્તીના શ્લોકો અને કાવ્યોનું પ્રમાણ આપ્યું છે. “અમરકોશ'ના ઘણા શ્લોક આમાં ગ્રથિત છે.
૧. પ્રાર્થનાથ તે નિયષ્ટ કૃતિ ૨ વા: | विहिताश्च नामकोशा भुवि कवितानट्युपाध्यायाः ॥
-પ્રભાવક-ચરિત, હેમચન્દ્રસૂરિ-પ્રબન્ય, શ્લોક ૮૩૩. ૨. વરૃત્વ વ વિવં ૨ વિદત્તાયા: નં વિઃ |
शब्दज्ञानादृते तन्न द्वयमप्युपपद्यते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org