________________
લાક્ષણિક સાહિત્ય મૂળગ્રંથકારનો બતાવીને ધનંજયના સમયની પૂર્વસીમા નિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમના મતે ધનંજય દિગંબરાચાર્ય અકલંક પછી થઈ ગયા.
ધનંજય કવિના સમય સંબંધે વિદ્ધગણ એકમત નથી. કેટલાક વિદ્વાનો તેમનો સમય નવમી તો કેટલાક દસમી શતાબ્દી માને છે.' નિશ્ચિતરૂપે એટલું કહી શકાય કે કિવિ ધનંજય ૧૧મી શતાબ્દી પહેલાં થઈ ગયા.
દ્વિસંધાન-મહાકાવ્યના અંતિમ પદ્યની ટીકામાં ટીકાકારે ધનંજયના પિતાનું નામ વસુદેવ, માતાનું નામ શ્રીદેવી અને ગુરુનું નામ દશરથ હતું તેમ સૂચિત કર્યું છે. તેમાં સમય નથી જણાવ્યો. - તેમના અન્ય ગ્રંથો આ પ્રમાણે છે: ૧. અનેકાર્થનામમાલા, ૨. રાઘવપાણ્ડવીયદ્વિસંધાન-મહાકાવ્ય, ૩. વિષાપહાર-સ્તોત્ર, ૪. અનેકાર્થ-નિઘટું. ધનંજયનામમાલા-ભાષ્ય :
“ધનંજય-નામમાલા' પર દિગંબર મુનિ અમરકીર્તિએ “ભાષ્ય' નામની ટીકાની રચના કરી છે. ટીકામાં શબ્દોના પર્યાયોની સંખ્યા જણાવીને વ્યાકરણસૂત્રોનાં પ્રમાણ આપીને તેમની વ્યુત્પત્તિ બતાવી છે. ક્યાંક-ક્યાંક અન્ય પર્યાયવાચી શબ્દો વધાર્યા પણ છે.
અમરકીર્તિના સમય વિશે વિચારતાં તેઓ ૧૪મી શતાબ્દીમાં થઈ ગયા હોય તેમ જણાય છે. આ “નામમાલા'ના ૧૨૨મા શ્લોકના ભાગમાં આશાધરના મહાભિષેક'નો ઉલ્લેખ મળે છે. આશાધરે વિ. સં. ૧૩૦૦માં “અનગારધર્મામૃત'ની રચના સમાપ્ત કરી હતી આથી અમરકીર્તિ તેમની પછી થઈ ગયા તે
૧. આચાર્ય પ્રભાચંદ્ર અને આચાર્ય વાદિરાજ (૧૧મી શતાબ્દી)એ ધનંજયના “દ્વિસંધાન
મહાકાવ્ય'નો ઉલ્લેખ કર્યો છે. તેથી ધનંજય નિશ્ચિતરૂપે ૧૧મી શતાબ્દીપૂર્વે થઈ ગયા - છે. જલ્પણરચિત “સૂક્તમુક્તાવલી'માં રાજશેખરકૃત ધનંજયની પ્રશંસારૂપી સૂક્તિનો ઉલ્લેખ છે. તે રાજશેખર “કાવ્યમીમાંસા'ના કર્તા રાજશેખરથી અભિન્ન હોય તો
ધનંજય ૧૦મી શતાબ્દી પછી થયા નથી, એમ કહી શકાય. ૨. સભાષ્ય નામમાલા, અમરકીર્તિકૃત ભાષ્ય, ધનંજયકૃત અનેકાર્થનામમાલાસટીક,
અનેકાર્થ-નિઘટ્ટ અને એકાક્ષરી કોશ – ભારતીય જ્ઞાનપીઠ, કાશી, સન્ ૧૯૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org