________________
૮૫
નામની ટીકાની રચના કરી છે. તેમાં ક્યાંક-ક્યાંક સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ પણ આપ્યા છે. અભિધાનચિંતામણિ-બીજકઃ
અભિધાનચિંતામણિનામમાલા-બીજક' નામથી ત્રણ મુનિઓની રચનાઓ ઉપલબ્ધ થાય છે. બીજકોમાં કોશની વિસ્તૃત વિષય-સૂચી આપવામાં આવી છે. અભિધાનચિંતામણિનામમાલા-પ્રતીકાવલી :
આ નામની એક હસ્તલિખિત પ્રત ભાંડારકર ઓરિયન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ, પૂનામાં છે. તેના કર્તાનું નામ તેમાં નથી આપેલું. અનેકાર્થસંગ્રહઃ
આચાર્ય હેમચંદ્રસૂરિએ “અનેકાર્થ-સંગ્રહ’ નામના કોશગ્રંથની રચના વિક્રમીય ૧૩મી શતાબ્દીમાં કરી છે. આ કોશમાં એક શબ્દના અનેક અર્થ આપવામાં આવ્યા
આ ગ્રંથમાં સાત કાંડ છે. ૧. એકસ્વરકાંડમાં ૧૬, ૨. દ્વિસ્વરકાંડમાં પ૯૧, ૩. ત્રિસ્તરકાંડમાં ૭૬૬, ૪. ચતુઃસ્વરકાંડમાં ૩૪૩, ૫. પંચસ્વરકાંડમાં ૪૮, ૬. પસ્વરકાંડમાં ૫, ૭. અવ્યાકાંડમાં ૬૦ – આ પ્રમાણે કુલ મળીને ૧૮૨૯ + ૬૦ પદ્યો છે. તેમાં આરંભમાં અકારાદિ ક્રમથી અને અંતમાં ક આદિ ક્રમથી યોજના કરવામાં આવી છે.
આ કોશમાં પણ “અભિધાનચિંતામણિ'ની માફક દેશ્ય શબ્દો છે. આ ગ્રંથ “અભિધાનચિંતામણિ' પછી રચાયેલો છે, એવું તેના આદ્ય પદ્ય દ્વારા જ્ઞાત થાય છે. અનેકાર્થસંગ્રહ-ટીકા :
“અનેકાર્થસંગ્રહ પર “અનેકાર્થ-કૈરવાકર-કૌમુદી' નામની ટીકા આચાર્ય હેમચંદ્રસૂરિના જ શિષ્ય એવા આચાર્ય મહેન્દ્રસૂરિએ રચી છે, તેવો ટીકાના પ્રારંભમાં
૧. (ક) તપાગચ્છીય આચાર્ય હીરવિજયસૂરિના શિષ્ય શુભવિજયજીએ વિ.સં. ૧૬૬૧માં રચેલ. (ખ) શ્રી દેવવિમલગણિએ રચેલ. (ગ) કોઈ અજ્ઞાત નામા મુનિએ રચના કરી
છે. ૨. આ કોશ ચૌખંબા સંસ્કૃત સિરીઝ, બનારસથી પ્રકાશિત થયો છે. તે પૂર્વે “અભિધાન
સંગ્રહ'માં શક-સંવત ૧૮૧૮માં મહાવીર જૈન સભા, ખંભાતથી તથા વિદ્યાકર મિશ્ર દ્વારા કલકત્તાથી પ્રકાશિત થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org