________________
૭૮
લાક્ષણિક સાહિત્ય
ધન્વન્તરિનો “નિઘટુ આદિનાં નામો પ્રસિદ્ધ છે. આમાંથી કેટલાક કોશ-ગ્રંથ અપ્રાપ્ય છે.
| ઉપલબ્ધ કોશોમાં અમરસિંહના “અમર-કોશ'ને સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ આચાર્ય હેમચંદ્ર આદિના કોશોનો ઠીક-ઠીક પ્રચાર થયો, તેમ કાવ્યગ્રંથોની ટીકાઓ પરથી જાણી શકાય છે.
પ્રસ્તુત પ્રકરણમાં જૈન ગ્રંથકારોએ રચેલા કોશ-ગ્રંથોના વિષયમાં વિચાર કરવામાં આવી રહ્યો છે. પાઈયલચ્છીનામમાલા :
પાઈપલચ્છીનામમાલા નામના એક માત્ર ઉપલબ્ધ પ્રાકૃત-કોશની રચના કરનાર ૫. ધનપાલ જૈન ગૃહસ્થ વિદ્વાનોમાં અગ્રણી છે. તેમણે પોતાની નાની બહેન સુંદરી માટે આ કોશ-ગ્રંથની રચના વિ. સં. ૧૦૨૯માં કરી છે. તેમાં ૨૭૧ ગાથાઓ આર્યા છંદમાં છે. આ કોશ એકાર્થક શબ્દોનો બોધ કરાવે છે. તેમાં ૯૯૮ પ્રાકૃત શબ્દોના પર્યાય આપવામાં આવ્યા છે.
૫. ધનપાલ જન્મથી બ્રાહ્મણ હતા. તેમણે પોતાના નાનાભાઈ શોભનમુનિના ઉપદેશથી જૈન તત્ત્વોનું અધ્યયન કર્યું તથા જૈન દર્શનમાં શ્રદ્ધા ઉત્પન્ન થવાથી જૈનત્ત્વ અંગીકાર કર્યું. એક સાચા જૈનની શ્રદ્ધાથી અને મહાકવિની હેસિયતથી તેમણે કેટલાય ગ્રંથોનું પ્રણયન કર્યું છે.
ધનપાલ ધારાધીશ મુંજરાજની રાજસભાના સમ્માન્ય વિદ્વદ્રત્ન હતા. તેઓ તેમને સરસ્વતી” કહેતા હતા. ભોજરાજે તેમને રાજસભામાં “કૂર્ચાલસરસ્વતી’ અને “સિદ્ધસારસ્વતકવીશ્વર'ની પદવીઓ આપીને સન્માનિત કર્યા હતા. પછીથી “તિલકમંજરી'ની રચનાને બદલવાના આદેશથી અને ગ્રંથને સળગાવી દેવાના કારણે ભોજરાજ સાથે તેમને વૈમનસ્ય થયું હતું. ત્યાર બાદ તેઓ સાચોર જઈ વસ્યા. તેનો નિર્દેશ તેમના “સત્યપુરીયમંડનમહાવીરોત્સાહમાં છે.
આચાર્ય હેમચંદ્ર “અભિધાનચિંતામણિ” કોશના પ્રારંભમાં ‘સુત્પત્તિર્ધનપતિ:' એવો ઉલ્લેખ કરીને ધનપાલના કોશગ્રંથને પ્રમાણભૂત ગણાવ્યો છે. હેમચંદ્રચિત
૧. (અ) બુલર દ્વારા સંપાદિત થઈને સન્ ૧૮૭૯માં પ્રકાશિત.
(આ) ભાવનગરના ગુલાબચંદ લલ્લુભાઈ દ્વારા વિ.સં. ૧૯૭૩માં પ્રકાશિત. (ઈ) પં. બેચરદાસ દ્વારા સંશોધિત થઈને મુંબઈથી પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org