________________
બીજું પ્રકરણ
કોશ
કોશ પણ વ્યાકરણ-શાસ્ત્રની જેમ જ ભાષાશાસ્ત્રનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. વ્યાકરણ ફક્ત યૌગિક શબ્દોની સિદ્ધિ કરે છે, પરંતુ રૂઢ અને યોગરૂઢ શબ્દો માટે તો કોશનો જ આશ્રય લેવો પડે છે.
વૈદિકકાળથી જ કોશનું જ્ઞાન અને મહત્ત્વ સ્વીકારાયેલું છે, તે નિઘટુકોશ'થી સમજી શકાય છે. વેદના “નિરુક્ત' કાર યાસ્ક મુનિ સન્મુખ ‘નિઘટ્ટે'ના પાંચ સંગ્રહ હતા. તેમાંથી પ્રથમ ત્રણ સંગ્રહોમાં એક અર્થવાળા ભિન્ન-ભિન્ન શબ્દોનો સંગ્રહ હતો. ચોથામાં અઘરા શબ્દો અને પાંચમામાં વેદના ભિન્ન-ભિન્ન દેવતાઓનું વર્ગીકરણ હતું. નિઘટુકોશ' પછીથી રચાનાર લૌકિક શબ્દ-કોશોથી અલગ જેવો જણાય છે. નિઘટ્ટ’માં વિશેષરૂપે વેદ આદિ “સંહિતા” ગ્રંથોના અસ્પષ્ટ અર્થોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અર્થાત “નિઘટ્ટ-કોશ વૈદિક ગ્રંથોના વિષયની ચર્ચાથી મર્યાદિત છે, જ્યારે લૌકિક કોશો વિવિધ વાયના બધા વિષયોનાં નામ, અવ્યય અને લિંગનો બોધ કરાવનાર શબ્દોના અર્થોને સમજાવનાર-વ્યાપક શબ્દભંડાર પ્રસ્તુત કરે છે.
નિઘટું-કોશ' પછી યાસ્કના “નિરુક્ત'માં વિશિષ્ટ શબ્દોનો સંગ્રહ છે અને તેની પછી પાણિનિના “અષ્ટાધ્યાયી'માં યૌગિક શબ્દોનો વિશાળ સમૂહ કોશની સમૃદ્ધિનો વિકાસ કરતો જણાય છે. - પાણિનિના સમય સુધીના બધા કોશ-ગ્રંથ ગદ્યમાં પ્રાપ્ત થાય છે, પરંતુ પછીના લૌકિક કોશોની અનુણ્પુ, આર્યા આદિ છંદોમાં પદ્યમય રચનાઓ પ્રાપ્ત થાય છે.
કોશોમાં મુખ્યત્વે બે પદ્ધતિઓ જણાય છે. એકાર્થક કોશ અને અનેકાર્થક કોશ. પહેલો પ્રકાર એક અર્થના અનેક શબ્દોનું સૂચન કરે છે.
પ્રાચીન કોશકારોમાં કાત્યાયનની “નામમાલા', વાચસ્પતિનો “શબ્દાર્ણવ', વિક્રમાદિત્યનો “સંસારાવર્ત” “વ્યાડિનો’ ‘ઉત્પલિની', ભાગરિનો ‘ત્રિકાર્ડ',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org