________________
વ્યાકરણ
૭૫
ચિંતામણિ-વ્યાકરણવૃત્તિઃ
‘ચિંતામણિવ્યાકરણ પર આચાર્ય શુભચંદ્ર સ્વોપજ્ઞ વૃત્તિની રચના કરી છે.
આ વ્યાકરણ-ગ્રંથ સિવાય તેમણે અન્ય અનેક ગ્રંથોની પણ રચના કરી છે. અર્ધમાગધી-વ્યાકરણ:
અર્ધમાગધી-વ્યાકરણની સૂત્રબદ્ધ રચના વિ.સં. ૧૯૯૪ની આસપાસ શતાવધાની મુનિ રત્નચંદ્રજી (સ્થાનકવાસી)એ કરી છે. મુનિશ્રીએ તેની પર સ્વોપજ્ઞ વૃત્તિ પણ બનાવી છે. પ્રાકૃત-પાઠમાલા :
ઉપર્યુક્ત મુનિ રત્નચંદ્રજીએ “પ્રાકૃત-પાઠમાલા' નામના ગ્રંથની રચના પ્રાકૃતભાષાના વિદ્યાર્થીઓ માટે કરી છે. આ કૃતિ પણ છપાઈ ચૂકી છે. કર્ણાટક-શબ્દાનુશાસનઃ
દિગંબર જૈન મુનિ અકલંકે “કર્ણાટકશબ્દાનુશાસન' નામના કન્નડ ભાષાના વ્યાકરણની રચના શક સં. ૧પ૨૬ (વિ.સં. ૧૬૬૧)માં સંસ્કૃતમાં કરી છે. આ વ્યાકરણમાં પ૯૨ સૂત્રો છે.
નાગવર્મે જે કર્ણાટકભૂષણ’ વ્યાકરણની રચના કરી છે તેનાથી આ વ્યાકરણ મોટું છે અને “શબ્દમણિદર્પણ” નામના વ્યાકરણ કરતાં આમાં વધારે વિષયો છે. માટે આને સર્વોત્તમ વ્યાકરણ ગણવામાં આવે છે. | મુનિ અકલંકે આમાં પોતાના ગુરુનો પરિચય આપ્યો છે. તેમાં તેમણે ચારુકીર્તિ માટે અનેક વિશેષણોનો પ્રયોગ કર્યો છે. “કર્ણાટક-શબ્દાનુશાસન પર કોઈએ ભાષામંજરી' નામની વૃત્તિ લખી છે તથા “મંજરીમકરન્દ' નામનું વિવરણ પણ લખ્યું છે.
૧. વધારે પરિચય માટે જુઓ–ડૉ. એ. એન. ઉપાધ્યનો લેખ: A. B. . R., Vol. XII,
pp. 46-52. ૨. આ ગ્રંથ મેહરચંદ લછમણદાસે લાહોરથી સન્ ૧૯૩૮માં પ્રકાશિત કર્યો છે. ૩. “અનેકાન્ત' વર્ષ ૧, કિરણ ૬-૭, પૃ. ૩૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org