________________
90
લાક્ષણિક સાહિત્ય
ઉધૃત કરવામાં આવ્યા છે જેનાથી તે કાળ સુધીના અપભ્રંશ સાહિત્યનું અનુમાન કરી શકાય છે.
આચાર્ય હેમચંદ્ર પછી થનારા ત્રિવિક્રમ, શ્રુતસાગર, શુભચંદ્ર આદિ વૈયાકરણોનાં પ્રાકૃત વ્યાકરણો મળે છે. પરંતુ તે બધા રચના-શૈલી તેમ જ વિષયની અપેક્ષાએ હેમચંદ્રથી આગળ નથી વધી શક્યા.
ડૉ.પિશલે વર્ષો સુધી પ્રાકૃત ભાષાનું અધ્યયન કરીને અને પ્રાકૃત ભાષાના તત્તવિષયક સેંકડો ગ્રંથોનું અવલોકન, અધ્યયન અને પરિશીલન કરીને પ્રાકૃત ભાષાઓ પર વ્યાકરણ તૈયાર કર્યું છે. શ્રીમતી ડોલ્ગી નિત્તિએ "Les Grammairiens Prakrits' માં પ્રાકૃત ભાષાઓનું પર્યાપ્ત પરિશીલન કરીને આલોચનાત્મક ગ્રંથ લખ્યો છે. આજની વૈજ્ઞાનિક દૃષ્ટિએ આવી આલોચનાઓ અનિવાર્ય તેમ જ અત્યંત ઉપયોગી છે પરંતુ વ્યાકરણકારોએ પોતાના સમયે પ્રાપ્ત અલ્પ સામગ્રીની મર્યાદામાં પોતાના યુગની દૃષ્ટિને ધ્યાનમાં રાખીને અનેક શબ્દપ્રયોગોનો સંગ્રહ કરીને વ્યાકરણોનું નિર્માણ કર્યું છે, તે ભૂલવું જોઈએ નહીં. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન (પ્રાકૃત વ્યાકરણ) વૃત્તિ
આચાર્ય હેમચંદ્રસૂરિએ પોતાના પ્રાકતવ્યાકરણ પર “તત્ત્વપ્રકાશિકા' નામની સુબોધવૃત્તિ (બૃહદ્રવૃત્તિ)ની રચના કરી છે. તેમાં અનેક ગ્રંથોમાંથી ઉદાહરણ આપવામાં આવ્યાં છે. આ વૃત્તિ મૂળ સાથે પ્રકાશિત થઈ છે. હૈમદીપિકા (પ્રાકૃતવૃત્તિ-દીપિકા):
“સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના ૮મા અધ્યાય પર ૧૫૦૦ શ્લોક-પ્રમાણ હૈમદીપિકા' અપનામ “પ્રાકૃતવૃત્તિ-દીપિકાની રચના દ્વિતીય હરિભદ્રસૂરિએ કરી છે. આ ગ્રંથ અનુપલબ્ધ છે. દીપિકા :
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના ૮મા અધ્યાય પર જિનસાગરસૂરિએ ૬૭૫૦ શ્લોકાત્મક “દીપિકા' નામની વૃત્તિની રચના કરી છે. પ્રાકૃતદીપિકા :
આચાર્ય હરિપ્રભસૂરિએ “સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણના અષ્ટમાધ્યાયમાં આવેલાં ઉદાહરણોની વ્યુત્પત્તિ સૂત્રોના નિર્દેશપૂર્વક બતાવી છે. તેની ૨૭ પત્રોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org