________________
વ્યાકરણ
૬૩
આવ્યો છે. કૃતિનો આરંભ “પ્રાધ્વર’ અને ‘વ’ આ બંને ઉક્તિના બે પ્રકારો અને ઉપપ્રકારોથી કરવામાં આવ્યો છે. કર્તરિ અને કર્મણિ ગણાવીને ઉદાહરણ આપવામાં આવ્યા છે. તે પછી ગણજ, નામજ અને સૌત્ર (કડવાદી) – આ ત્રણ પ્રકાર ધાતુના દર્શાવ્યા છે. પરમૈપદી ધાતુના ત્રણ ભેદનો નિર્દેશ છે. “વર્તમાન' વગેરે ૧૦ વિભક્તિઓ, તદ્ધિત પ્રત્યય અને સમાસની જાણકારી આપવામાં આવી છે.
તેમણે “સત્રમત્રિશથી પ્રારંભ થતા હાત્રિશદુલકમલબંધ-મહાવીરસ્તવની રચના કરી છે. ૧
(ક) આ “વાક્યપ્રકાશ' પર સોમવિમલ (હેમવિમલ) સૂરિના શિષ્ય હર્ષકુલે ટીકાની રચના વિ. સં. ૧૫૮૩ની આસપાસ કરી છે.
(ખ) કીર્તિવિજયના શિષ્ય જિનવિજયે સં. ૧૬૯૪માં આની પર ટીકા રચી છે.
(ગ) રત્નસૂરિએ પણ આની ટીકા લખી છે, તેવો “જૈન ગ્રંથાવલી' પૃ. ૩૦૭માં ઉલ્લેખ છે.
(ઘ) કોઈ અજ્ઞાત મુનિએ શ્રીમન્નનેમાનગરથી પ્રારંભ થતી ટીકાની રચના કરી છે. ઉક્તિરત્નાકર :
પાઠક સાધુકીર્તિના શિષ્ય સાધુસુંદરગણિએ વિ.સં. ૧૬૮૦ની આસપાસમાં ઉક્તિરત્નાકર' નામના ઔક્તિક ગ્રંથની રચના કરી છે. પોતાની દેશભાષામાં પ્રચલિત દેશ્ય રૂપવાળા શબ્દોનાં સંસ્કૃત પ્રતિરૂપોનું જ્ઞાન આપવાના હેતુથી આ ગ્રંથનું સંકલન કરવામાં આવ્યું છે.
આમાં ષકારક વિષયનું નિરૂપણ છે. વિદ્યાર્થીઓને વિભક્તિ જ્ઞાનની સાથે સાથે કારકના અર્થોનો બોધ પણ તેનાથી મળી રહે છે. તેમાં ૨૪૦૦ દેશ્ય શબ્દો અને તેમના સંસ્કૃત પ્રતિરૂપો આપવામાં આવ્યા છે.
સાધુસુંદરગણિએ ૧. ધાતુરત્નાકર, ૨. શબ્દરત્નાકર અને ૩. (જેસલમેરના કિલ્લામાં પ્રતિષ્ઠિત) પાર્શ્વનાથસ્તુતિની રચના કરી છે.
૧. જૈન સ્તોત્ર-સમુચ્ચય, પૃ. ૨૬૫-૬૬માં આ સ્તોત્ર છપાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org