________________
વ્યાકરણ
૬૭
માગધી અને શૌરસેનીમાં થતા વર્ણોદેશોનું વિધાન આ પ્રમાણે કર્યું છે : ૧. અપભ્રંશમાં અધોરેફનો લોપ નથી થતો. ૨. પૈશાચીમાં “રૂ” અને “સના સ્થાને ‘” અને “” નો આદેશ થાય છે. ૩. માગધીમાં “” અને “સુ”ની જગ્યાએ “લૂ' અને “શનો આદેશ થાય છે. ૪. શૌરસેનીમાં ‘’ના સ્થાને વિકલ્પરૂપે દુ’ આદેશ થાય
આ રીતે આ વ્યાકરણની રચનાશૈલીનું જ વરરુચિ, હેમચંદ્રાચાર્ય આદિ પછીના વ્યાકરણકારોએ અનુસરણ કર્યું છે. આથી ચંડને પ્રાકૃત-વ્યાકરણના રચયિતાઓમાં પ્રથમ અને આદર્શ માની શકાય.
આ “પ્રાકૃતલક્ષણ'ના રચના-કાળ બાબતે કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી, તથાપિ અંતઃપરીક્ષણ કરીને ડૉ. હીરાલાલજી જૈન રચના-કાળ સંબંધે આ પ્રમાણે લખે છે :
પ્રાકૃત સામાન્યનું જે નિરૂપણ અહીં જોવા મળે છે તે અશોકની ધર્મલિપિઓની ભાષા અને વરરુચિ દ્વારા “પ્રાકૃતપ્રકાશમાં વર્ણવેલા પ્રાકૃતની વચ્ચેનું હોવાનું પ્રતીત થાય છે. તે અધિકાંશે અશ્વઘોષ અને અલ્પાંશે ભાસના નાટકોમાં પ્રયુક્ત પ્રાકૃત સાથે મળતું આવતું જોઈ શકાય છે, કારણ કે તેમાં મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનોની બહુલતાથી રક્ષા કરવામાં આવી છે અને તેમાંથી પ્રથમ વર્ગોમાં ફક્ત “ક”, “વ', તૃતીય વર્ષોમાં “ગ'ના લોપનું એક સૂત્રમાં વિધાન કરવામાં આવ્યું છે અને આ રીતે ચ, ટ, ત, ૫ વર્ણોની શબ્દની મધ્યમાં પણ રક્ષાની પ્રવૃત્તિ સૂચિત કરવામાં આવી છે. આના આધારે “પ્રાકૃતલક્ષણ'નો રચના-કાળ ઈસુની બીજી-ત્રીજી સદી હોવાનું અનુમાન કરવું અનુચિત નથી.”
પ્રાકૃતલક્ષણ-વૃત્તિઃ
પ્રાકૃતલક્ષણ પર સૂત્રકાર ચંડે સ્વયં વૃત્તિની રચના કરી છે. આ ગ્રંથ એકાધિક સ્થળેથી પ્રકાશિત થયો છે. ૧
૧. (ક) બિબ્લિઓથેકા ઇણ્ડિકા, કલકત્તા, સન્ ૧૮૮૦.
(ખ) રેવતીકાન્ત ભટ્ટાચાર્ય, કલકત્તા, સન્ ૧૯૨૩ (ગ) મુનિ દર્શનવિજયજી ત્રિપુટી દ્વારા સંપાદિતચારિત્ર ગ્રંથમાલા, અમદાવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org