________________
વ્યાકરણ
સુબોધિનીઃ
સિદ્ધાન્તચંદ્રિકા' પર ખરતરગચ્છીય રૂપચંદ્રજીએ ૧૮મી સદીમાં “સુબોધિનીટીકા” (૩૪૯૪ શ્લોકાત્મક)ની રચના કરી છે, જેની પ્રત બીકાનેરના એક ભંડારમાં
છે.
વૃત્તિ:
“સિદ્ધાન્તચંદ્રિકા વ્યાકરણ પર ખરતરગચ્છીય મુનિ વિજયવર્ધનના શિષ્ય જ્ઞાનતિલકે ૧૮મી શતાબ્દીમાં વૃત્તિની રચના કરી છે, જેની પ્રતો બીકાનેરના મહિમાભક્તિ ભંડાર અને અબીરજી ભંડારમાં છે. અનિકારિકા-અવચૂરિઃ
શ્રી ક્ષમામાણિક્ય મુનિએ “અનિટુકારિકા પર ૧૮મી શતાબ્દીમાં “અવચૂરિની રચના કરી છે. તેની હસ્તલિખિત પ્રત બીકાનેરના શ્રીપૂજયજીના ભંડારમાં છે. અનિકારિકા-સ્વોપલ્લવૃત્તિ :
નાગપુરના તપાગચ્છના હર્ષકીર્તિસૂરિએ ૧૭મી શતાબ્દીમાં “અનિરિકા' નામના ગ્રંથની રચના વિ.સં. ૧૬૬૨માં કરી છે અને તેના પર વૃત્તિની રચના સં. ૧૯૬૯માં કરી છે. તેની પ્રત બીકાનેરના દાનસાગર ભંડારમાં છે. ભૂધાતુ-વૃત્તિ
ખરતરગચ્છીય ક્ષમાકલ્યાણ મુનિએ વિ.સં. ૧૮૨૮માં “ભૂધાતુ-વૃત્તિની રચના કરી છે. તેની હસ્તલિખિત પ્રત રાજનગરના મહિમાભક્તિ ભંડારમાં છે. મુગ્ધાવબોધ-ઑક્તિક:
તપાગચ્છીય આચાર્ય દેવસુંદરસૂરિના શિષ્ય કુલમંડનસૂરિએ “મુગ્ધાવબોધઔક્તિક' નામની કૃતિની રચના ૧૫મી શતાબ્દીમાં કરી છે. કુલમંડનસૂરિનો જન્મ વિ.સં. ૧૪૦૯માં અને સ્વર્ગવાસ સં. ૧૪૫૫માં થયો હતો, તે સમય દરમ્યાન આ ગ્રંથની રચના થઈ છે.
ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃતનું શિક્ષણ આપવાનો પ્રયાસ જેમાં થયો હોય તેવી રચનાઓ “ઔક્તિક' નામે ઓળખાય છે.
આ ઓક્તિકમાં ૬ પ્રકરણ ફક્ત સંસ્કૃતમાં છે. પ્રથમ, દ્વિતીય, સાતમા અને આઠમા પ્રકરણમાં સૂત્ર અને કારિકાઓ સંસ્કૃતમાં છે અને વિવેચન પ્રાકૃત એટલે જૂની ગુજરાતીમાં. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠ અને નવમું પ્રકરણ જૂની ગુજરાતીમાં છે.
-
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org