________________
વ્યાકરણ
૪૯ આ વ્યાકરણ પર મલ્યવાદી નામક શ્વેતાંબર જૈનાચાર્યું ન્યાસગ્રંથની રચના કરી છે એવો ઉલ્લેખ પ્રભાવકચરિતકારે કર્યો છે. આચાર્ય હેમચંદ્રસૂરિએ પોતાની સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ની સ્વોપજ્ઞ ટીકામાં તે ન્યાસમાંથી ઉદ્ધરણ આપ્યા છે, અને “ગણરત્નમહોદધિ' (પૃ. ૭૧, ૯૨)માં પણ વિશ્રાન્તવિદ્યાધરન્યાસ'નો ઉલ્લેખ મળે છે.
શ્વેતાંબર જૈનસંઘમાં મલવાદી નામના બે આચાર્ય થઈ ગયા : એક પાંચમી સદીમા અને બીજા દસમી સદીમાં. આ બંનેમાંથી કયા મલ્લવાદીએ “ન્યાસ'ની રચના કરી હશે તે સંશોધનનો વિષય છે. આ ચાસગ્રંથ હજી સુધી પ્રાપ્ત થયો નથી તેથી તેના વિશે કશું જ કહી શકાય નહીં.
પાંચમી સદીમાં થઈ ગયેલા મલવાદીએ જો આની રચના કરી હોય તો તેમનો બીજો દાર્શનિક ગ્રંથ છે 'દ્વાદશાનિયચક્ર'. આ ગ્રંથ વિ. સં. ૪૧૪માં રચાયો છે. પદવ્યવસ્થાસૂત્રકારિકા :
વિમલકીર્તિ નામના જૈન મુનિએ પાણિનિકૃત અષ્ટાધ્યાયી અનુસાર સંસ્કૃત ધાતુઓના પદોને સમજવા માટે “પદવ્યવસ્થાકારિકા' નામથી સૂત્રો પદ્યરૂપે ગ્રથિત કર્યા છે. તેના કર્તાએ પોતાને વિદ્વાન ગણાવ્યા છે. તેની ટીકા વિ.સં. ૧૬૮૧માં રચાયેલી છે આથી તેના કરતાં પહેલાં આ ગ્રંથની રચના થઈ છે. પદવ્યવસ્થા કારિકા-ટીકા
“પદવ્યવસ્થાસૂત્રકારિકા' પર મુનિ ઉદયકીર્તિએ ૩૩૦૦ શ્લોક-પ્રમાણ ટીકાની રચના કરી છે. મુનિ ઉદયકીર્તિ ખરગરગથ્વીય સાધુકીર્તિના શિષ્ય હતા. તેમણે બાલજનોના બોધ માટે વિ. સં. ૧૯૮૧માં આ ટીકા-ગ્રંથની રચના કરી છે.
ભાંડારકર ઓરિએન્ટલ ઈન્સ્ટીટયૂટ, પૂનાના હસ્તલિખિત સંગ્રહની સૂચી, ભા.૨, ખંડ ૧, પૃ. ૧૯૨-૧૯૩ પર આપવામાં આવેલા પરિચય મુજબ આ ગ્રંથની મૂલકારિકાસહિત પ્રત વિ.સં. ૧૭૧૩માં સુખસાગરગણિના શિષ્ય મુનિ સમયહર્ષ માટે લખવામાં આવી હતી, તેમ અંતિમ પુષ્પિકાથી જ્ઞાત થાય છે.
કર્તાના અન્ય ગ્રંથો વિશે કશું જાણવામાં આવતું નથી.
१. शब्दशास्त्रे च विश्रान्तविद्याधरवराभिदे ।
ચારૂં ઘડવધીવૃન્દ્રોધનાય ટાઈમ્ | – મલ્લવાદિચરિત. ૨. સંસ્કૃત વ્યાકરણ-શાસ્ત્ર કા ઇતિહાસ, ભા. ૧, પૃ. ૪૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org