________________
લાક્ષણિક સાહિત્ય
કાતzવ્યાકરણ :
“કાત–વ્યાકરણ'ની પણ એક પરંપરા છે. તેની રચનામાં અનેક વિશેષતાઓ છે અને પરિભાષાઓ પણ પાણિનિ કરતાં ઘણી સ્વતંત્ર છે. આ “કાત–વ્યાકરણ' પૂર્વાધ અને ઉત્તરાર્ધ એ પ્રમાણે બે ભાગોમાં રચાયેલું છે. તદ્ધિત સુધીનો ભાગ પૂર્વાર્ધ અને કૃદન્ત પ્રકરણરૂપ ભાગ ઉત્તરાર્ધ છે. પૂર્વભાગના કર્તા સર્વવર્મન્ હતા એવું વિદ્વાનોનું મંતવ્ય છે; વસ્તુતઃ સર્વવર્મન્ તેની બૃહવૃત્તિના કર્તા હતા. અનુશ્રુતિઓ પ્રમાણે તો “કાતંત્ર'ની રચના મહારાજા સાતવાહનના સમયમાં થઈ હતી. પરંતુ આ વ્યાકરણ તેના કરતાં પણ પ્રાચીન છે તેવું યુધિષ્ઠિર મીમાંસકનું મંતવ્ય છે. “કાતન્ત્રવૃત્તિ'ના કર્તા દુગસિંહના કથનાનુસાર કૃદન્ત ભાગના કર્તા કાત્યાયન હતા.
સોમદેવના “કથાસરિતસાગર' અનુસાર સર્વવર્મનું અજૈન સિદ્ધ થાય છે પરંતુ ભાવસેન સૈવિઘ “રૂપમાલા”માં તેમને જૈન બતાવે છે. આ વિષય પર શોધ કરવી આવશ્યક છે.
આ વ્યાકરણના ૮૮૫ સૂત્રો છે, કૃદન્તના સૂત્રો સાથે કુલ ૧૪૦૦ સૂત્રો છે. ગ્રંથનું પ્રયોજન બતાવતાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે :
‘છાન્દસ: સ્વપમત: શાસ્તરતા રે | ईश्वरा व्याधिनिरतास्तथाऽऽलस्ययुताश्च ये ॥ वणिक्-सस्यादिसंसक्ता लोकयात्रादिषु स्थिताः ।
તેષાં ક્ષિપ્રબોઘાર્થ.......................................... ! આ પ્રતિજ્ઞા યથાર્થ જણાય છે. આટલું નાનું, સરળ અને ઝડપથી કંઠસ્થ થઈ શકે તેવું વ્યાકરણ લોકપ્રિય થાય તેમાં કશું આશ્ચર્ય નથી. બૌદ્ધ સાધુઓએ આનો વ્યાપક ઉપયોગ કર્યા, તેથી તેનો પ્રચાર ભારત બહાર પણ થયો. “કાતંત્ર'નો ધાતુપાઠ તિબ્બતી ભાષામાં આજે પણ સુલભ છે.
આજ-કાલ તેનું પઠન-પાઠન બંગાળ સુધી જ સીમિત છે. તેનું બીજું નામ કલાપ” અને “કૌમાર' પણ છે. “અગ્નિપુરાણ” અને “ગરુડપુરાણ'માં તેને કુમાર—
9. Katantra must have been written during the close of the Andhras
in 3rd century A.D.-Muthic Journal, Jan. 1928. ૨. “કલ્યાણ' હિન્દુ સંસ્કૃતિ અંક, પૃ. ૬૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org