________________
૪૮
ષટ્કારકવિવરણ :
પં. અમરચંદ્ર નામના મુનિએ ‘ષટ્કારકવિવરણ’ નામની કૃતિની રચના કરી છે. આ ગ્રંથ અપ્રકાશિત છે.
શબ્દાર્થચન્દ્રિકોદ્ધાર :
મુનિ હર્ષવિજયગણિએ ‘શબ્દાર્થચંન્દ્રિકોદ્વાર' નામક વ્યાકરણ-વિષયક ગ્રંથની રચના કરી છે, જેની ૬ પત્રોની પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં પ્રાપ્ત છે. આ ગ્રંથ પ્રકાશિત થયો નથી. રુચાદિગણવિવરણ :
લાક્ષણિક સાહિત્ય
મુનિ સુમતિકલ્લોલે ‘રુચાદિગણવિવરણ’ નામનો ગ્રંથ રુચાદિગણના ધાતુઓ વિશે રચ્યો છે. તેની પ પત્રોની પ્રત મળે છે. આ ગ્રંથ અપ્રકાશિત છે. ઉણાદિગણસૂત્ર :
આચાર્ય હેમચંદ્રસૂરિએ પોતાના વ્યાકરણના પરિશિષ્ટસ્વરૂપ ‘ઉણાદિગણસૂત્ર”ની રચના વિ. ૧૩મી શતાબ્દીમાં કરી છે. મૂળ પ્રકૃતિ (ધાતુ)માં ઉણાદિ પ્રત્યય લગાડીને નામ (શબ્દ) બનાવવાનું વિધાન આમાં બતાવવામાં આવ્યું છે. આમાં કુલ ૧૦૦૬ સૂત્ર છે.
ઘણા શબ્દો પ્રાકૃત અને દેશ્ય ભાષાઓ પરથી સીધા સંસ્કૃત બનાવવામાં આવ્યા
છે.
ઉણાદિગણસૂત્ર-વૃત્તિ :
આચાર્ય હેમચંદ્રસૂરિએ પોતાના ‘ઉદિગણસૂત્ર' ૫૨ સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે. વિશ્રાપ્તવિદ્યાધરન્યાસ :
વામન નામના જૈનેતર વિદ્વાને ‘વિશ્રાન્તવિદ્યાધર' વ્યાકરણની રચના કરી છે, જે આજે ઉપલબ્ધ નથી, પરંતુ તેનો ઉલ્લેખ વર્ધમાનસૂરિચિત ‘ગણરત્નમહોદધિ’ (પૃ. ૭૨, ૯૨)માં અને આચાર્ય હેમચંદ્રસૂરિષ્કૃત ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' (૧.૪.૫૨)ના સ્વોપજ્ઞ ન્યાસમાં મળે છે.
૧. આ ગ્રંથ ‘સિદ્ધહેમચન્દ્રવ્યાકરણ-બૃહદ્વૃત્તિ, જે શેઠ મનસુખભાઈ ભગુભાઈ, અમદાવાદના તરફથી છપાઈ છે, તેમાં સમ્મિલિત છે. પ્રો. જે. કીસ્ટે આનું સંપાદન કરી અલગથી વૃત્તિની સાથે પ્રકાશિત કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org