________________
૪૬
લાક્ષણિક સાહિત્ય
વિભક્તિ-વિચાર :
‘વિભક્તિ-વિચાર' નામના આંશિક વ્યાકરણગ્રંથની ૧૬ પત્રોની પ્રત જેસલમેરના ભંડારમાં વિદ્યમાન છે. પ્રતમાં આ ગ્રંથ વિ. સં. ૧૨૦૬માં આચાર્ય જિનચંદ્રસૂરિના શિષ્ય જિનમતસાધુ દ્વારા લખવામાં આવ્યો છે, તેવો ઉલ્લેખ છે. તેના કર્તાના વિષયમાં પં. હીરાલાલ હંસરાજના સૂચી-પત્રમાં આચાર્ય જિનપતિસૂરિનો ઉલ્લેખ છે પરંતુ ઇતિહાસ પરથી જાણી શકાય છે કે આચાર્ય જિનપતિસૂરિનો જન્મ વિ. સં. ૧૨૧૦માં થયો હતો. તેથી આના કર્તા તે જ આચાર્ય હોય તે સંભવિત નથી. ધાતુરત્નાકર :
ખરતરગચ્છીય સાધુસુંદરગણિએ વિ. સં. ૧૬૮૦માં ધાતુરત્નાકર” નામના ૨૧૦૦ શ્લોક-પ્રમાણ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં સંસ્કૃતના લગભગ બધા જ ધાતુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
આ ગ્રંથના કર્તાનાં ઉક્તિરત્નાકર, શબ્દરત્નાકર અને જેસલમેરના કિલ્લામાં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથ તીર્થકરની સ્તુતિ પણ, જે વિ. સં. ૧૬૮૩માં રચાયેલી છે, ઉપલબ્ધ થાય છે. ધાતુરત્નાકર-વૃત્તિઃ
ધાતુરત્નાકર' જે ૨૧૦૦ શ્લોક-પ્રમાણ છે, તેના પર સાધુસુંદરગણિએ સં. ૧૬૮૦માં “ક્રિયાકલ્પલતા' નામની સ્વોપજ્ઞ વૃત્તિની રચના કરી છે. રચનાકારે લખ્યું છે :
तच्छिष्योऽस्ति च साधुसुन्दर इति ख्यातोऽद्वितीयो भुवि तेनैषा विवृत्तिः कृता मतिमता प्रीतिप्रदा सादरम् । स्वोपज्ञोत्तमधातुपाठविलसत्सद्धातुरत्नाकरः
ग्रन्थस्यास्य विशिष्टशाब्दिकमतान्यालोक्य संक्षेपतः ॥ તેમાં ધાતુઓના રૂપાખ્યાનોનું વિશદ આલેખન છે. તેનું ગ્રંથ-પરિમાણ ૨૧-૨૨ હજાર શ્લોક-પ્રમાણ છે.
૧. આની ૫૪૨ પત્રોની હસ્તલિખિત પ્રતિ કલકત્તાની ગુલાબકુમારી લાયબ્રેરીમાં બંડલ
સં. ૧૮, પ્રતિ સં. ૧૭૬માં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org