________________
પર
લાક્ષણિક સાહિત્ય “જિનરત્નકોશ” (પૃ. ૮૪)માં કાતન્નોત્તરનાં સિદ્ધાનંદ, વિજયાનંદ અને વિદ્યાનંદ-આ ત્રણ નામ આપવામાં આવ્યા છે. તેના કર્તા વિજયાનંદ અપર નામ વિદ્યાનંદસૂરિનો ઉલ્લેખ છે. આ વ્યાકરણ સમાસ પ્રકરણ સુધી જ મળે છે. પિટર્સનના ચોથા રિર્પોટ પરથી જ્ઞાત થાય છે કે આ વ્યાકરણની તાડપત્રીય પ્રતિઓ જેસલમેર ભંડારમાંછે.
“જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ' (પૃ. ૧૦૬)માં આ વ્યાકરણનો ઉલ્લેખ આ પ્રમાણે છે: રૂતિ વિજ્ઞાનન્દ્રવિરવિતે વાતન્નોત્તરે વિદ્યાનન્દ્રાપરના તદ્ધિતપ્રશ્નર સમાસ, સં. ૨૨૦૮ I કાત–વિસ્તર :
કાત—વ્યાકરણના આધાર પર રચાયેલા “કાત–વિસ્તર' ગ્રંથના કર્તા વર્ધમાન છે. આરાના વિદ્યાભવનમાં તેની અપૂર્ણ હસ્તિલિખિત પ્રત છે, જે મૂડબિદ્રીના જૈનમઠના ગ્રંથ-ભંડારની એક માત્ર તાડપત્રીય પ્રતની નકલ છે. તેની રચના વિ. સં. ૧૪૫૮ પૂર્વેની માનવામાં આવે છે.
સ્વ. બાબૂ પૂર્ણચંદ્રજી નાહરે “જૈન સિદ્ધાંત-ભાસ્કર' ભાગ-૨માં “ધાર્મિક ઉદારતા' શીર્ષક હેઠળના પોતાના લેખમાં આ વર્ધમાનને શ્વેતાંબર બતાવ્યા છે. આ કયા આધારે લખ્યું છે તે બાબતે કોઈ નિર્દેશ તેમણે નથી કર્યો. | ગુજરાતના રાજા કર્ણદેવના પુરોહિતના એક શિષ્યનું નામ વર્ધમાન હતું. જેમણે કેદાર ભટ્ટના “વૃત્તરત્નાકરપર ટીકા ગ્રંથની રચના કરી હતી. ગ્રંથની સમાપ્તિમાં આ પ્રમાણે લખ્યું છે : “રૂતિ શ્રીમદેવપાધ્યાયશ્રીવર્ધનવિવિતે તિવ્વસ્તરે ' !
ચુરના યતિ ઋદ્ધિકરણજીના ભંડારમાં તેની પ્રત છે. બાલબોધ-વ્યાકરણ :
“જૈન ગ્રંથાવલી' (પૃ. ૨૯૭) અનુસાર અંચલ-ગચ્છીય મેરૂતુંગસૂરિએ કાતન્તસૂત્રો પર વિ.સં. ૧૪૪૪માં આ “બાલબોધવ્યાકરણ'ની રચના ૮ અધ્યાયોમાં કરી છે. કૃતિ ૨૭૫ શ્લોક-પ્રમાણની છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિ.ની ૧૫મી સદીમાં વિદ્યમાન મેરૂતુંગે ૪૮૦ અને ૫૭૯ શ્લોક-પ્રમાણ એક-એક વૃત્તિની રચના કરી છે. તેમાં પ્રથમ વૃત્તિ છે પાદાત્મક છે. તેમણે ૨૧૧૮ શ્લોક-પ્રમાણ “ચતુષ્કટિપ્પણ” અને ૭૬૭ શ્લોક-પ્રમાણ “કૃવૃત્તિ-ટિપ્પણ'ની રચના પણ કરી છે. તદુપરાંત ૧૭૩૪ શ્લોક-પ્રમાણ “આખ્યાતવૃત્તિ-ટુંઢિકા' અને ૨૨૯ શ્લોક-પ્રમાણ “પ્રાકૃત-વૃત્તિની રચના કરી છે. આ સાતેય ગ્રંથોની હસ્તલિખિત પ્રતો પાટણના ભંડારમાં વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org