________________
વ્યાકરણ
ક્રિયાકલાપ :
ભાવડારગચ્છીય આચાર્ય જિનદેવસૂરિએ પાણિનિ વ્યાકરણના ધાતુઓ પર ક્રિયાકલાપ' નામની એક કૃતિની રચના કરી છે. તેઓ આચાર્ય ભાવદેવસૂરિના ગુરુ હતા, જેમણે વિ. સં. ૧૪૧૨માં “પાર્થનાથચરિત્ર'ની રચના કરી છે. આથી આચાર્ય જિનદેવસૂરિએ વિ.સં. ૧૪૧૨ પૂર્વે કે આસપાસના સમયમાં આ કૃતિની રચના કરી હશે એમ અનુમાન થાય છે.
આ ગ્રંથમાં “વાતિ ધાતુઓથી શરૂ કરીને “પુરાદ્રિ' ગણ સુધીના ધાતુઓની સાધનિકાના સંબંધમાં વિવેચન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ પ્રકાશિત નથી થયો. ૧
અનિકારિકા:
વ્યાકરણના ધાતુઓ સંબંધી આ ગ્રંથ અજ્ઞાતકર્તીક છે. તેની પ્રત લીંબડીના ભંડારમાં વિદ્યમાન છે. અનિકારિકા-ટીકાઃ
“અનિષ્કારિકા' પર કોઈ અજ્ઞાત વિદ્વાને ટીકા લખી છે, જેની પ્રત લીંબડીના ભંડારમાં વિદ્યમાન છે. અનિષ્કારિકા-વિવરણઃ
ખરતરગચ્છીય ક્ષમાલ્યાણ મુનિએ અનિષ્કારિકા પર “વિવરણ”ની રચના કરી છે. તેનો ઉલ્લેખ પિટર્સનના રિપોર્ટ સં. ૪, પ્રતિ સં. ૪૭૮માં છે. ઉણાદિનામમાલા :
મુનિ શુભશીલગણિએ ‘ઉણાદિનામમાલા' નામના ગ્રંથની રચના ૧૭મી સદીમાં કરી છે. તેમાં ઉણાદિ પ્રત્યયોથી બનેલા શબ્દોનો સંગ્રહ છે. આ ગ્રંથ અપ્રકાશિત છે. સમાપ્રકરણ :
આચાર્ય જયાનંદસૂરિએ “સમાસ પ્રકરણ' નામક એક કૃતિ રચી છે. તેમાં સમાસોનું વિવેચન છે. આ ગ્રંથ પ્રકાશિત નથી થયો.
૧. આની વિ. સં. ૧૫૨૦માં લખાયેલ ૮૧ પત્રોની પ્રત (સં. ૧૪૨૧) લાલભાઈ
દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org