________________
૩૪.
લાક્ષણિક સાહિત્ય
આખ્યાતમાં ૬ પાદ છે, કૃતમાં ચાર પાદ છે, તદ્ધિતમાં ૮ પાદ છે. આ રીતે અહીં ચાર પ્રકરણ ગણાવવામાં આવ્યા છે જેમને પ્રકરણ નહીં પરંતુ વૃત્તિ કહે છે. બ્રહવૃત્તિ-ટુંઢિકા :
મુનિ સૌભાગ્યસાગરે વિ.સં. ૧૫૯૧માં “સિ. શ.” પર ૮૦૦૦ શ્લોક-પ્રમાણ બૃહદુવૃત્તિટુંઢિકા'ની રચના કરી છે. તે ચતુષ્ક, આખ્યાત, કૃત અને તદ્ધિત પ્રકરણો પર જ છે. બ્રહવૃત્તિ-દીપિકા
સિ. શ.” પર વિજયચંદ્રસૂરિ અને હરિભદ્રસૂરિના શિષ્ય માનભદ્રના શિષ્ય વિઘાકરે “દીપિકા' ની રચના કરી છે. કક્ષાપટ-વૃત્તિઃ
“સિ. શ.” ની સ્વોપજ્ઞ બ્રહવૃત્તિ પર “કક્ષાપટવૃત્તિ નામથી ૪૮૧૮ શ્લોકપ્રમાણ વૃત્તિની રચના મળે છે. “જૈન ગ્રંથાવલી' પૃ. ૨૯૯માં આ ટીકાને “કક્ષાપટ્ટ' અને “બૃહવૃત્તિ-વિષમપદ વ્યાખ્યા' – આ બે નામ આપવામાં આવ્યા છે. બૃહદ્વૃત્તિ-ટિપ્પણ:
વિ. સં. ૧૯૪૬માં કોઈ અજ્ઞાતનામ વિદ્વાને “સિ.શ.” પર “બૃહવૃત્તિટિપ્પણ'ની રચના કરી છે. હૈમોદાહરણ-વૃત્તિ
આ સિ. શ.” ની બૃહદ્રવૃત્તિનાં ઉદાહરણોનું સ્પષ્ટીકરણ હોય તેમ લાગે છે. જૈન ગ્રંથાવલી, પૃ. ૩૦૧માં તેનો ઉલ્લેખ છે. પરિભાષા-વૃત્તિઃ - આ સિ. શ.'ની પરિભાષાઓ પર વૃત્તિ સ્વરૂપ ૪૦૦૦ શ્લોક-પ્રમાણ ગ્રંથ છે. બૃહટિપ્પણિકા'માં તેનો ઉલ્લેખ છે. હૈમદશપાદવિશેષ અને હૈમદશપાદવિશેષાર્થ:
સિ. શ.' પરના આ બંને ટીકા-ગ્રંથોનો ઉલ્લેખ “જૈન ગ્રંથાવલી' પૃ. ૨૯૯માં મળે છે. બલાબલસૂત્રવૃત્તિ
આચાર્ય હેમચંદ્રસૂરિ-નિર્મિત “સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણની સ્વોપજ્ઞા બ્રહવૃત્તિમાંથી સંક્ષેપ કરીને કોઈ અજ્ઞાત આચાર્યે “બલાબલસૂત્રવૃત્તિ રચી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org