________________
વ્યાકરણ
૪૧
ભાષા સંસ્કૃત છે અને ચાર-ચાર પદવાળા ત્રણ અધ્યાય પદ્યમાં છે. ક્યાંક ક્યાંક ગદ્ય પણ છે. આ ગ્રંથ કદાચ ‘સિ.શ.'ના ગણોનો નિર્દેશ કરે છે. તેના ગ્રંથાગ્ર ૯૦૦ છે. કુમારપાળે “નમ્રાખિલ0'થી આરંભ કરીને “સાધારણજિનસ્તવન' નામના સંસ્કૃત સ્તોત્રની રચના કરી છે.
આ “ગણદર્પણ'ની પ્રત ૫૦૦ વર્ષ જૂની છે. જે વિ.સં. ૧૫૧૮ (શાકે ૧૩૮૩)માં દેવગિરિમાં દેવડાગોત્રીય ઓસવાલ વીનપાલે લખાવડાવી છે. પ્રત ખરતરગચ્છીય મુનિ સમયભક્તને આપવામાં આવી છે. તેમના શિષ્ય પુણ્યનંદિ દ્વારા રચિત સુપ્રસિદ્ધ “રૂપકમાલા'ની પ્રશસ્તિ અનુસાર તેઓ આચાર્ય સાગરચંદ્રસૂરિના શિષ્ય રત્નકીર્તિના શિષ્ય હતા. પ્રક્રિયાગ્રંથ : - વ્યાકરણ-ગ્રંથોમાં બે પ્રકારનો ક્રમ જોવામાં આવે છે : ૧ અધ્યાયક્રમ (અષ્ટાધ્યાયી) અને ૨ પ્રક્રિયાક્રમ. અધ્યાયક્રમમાં સૂત્રોનો વિષયક્રમ, તેમના બળાબળ, અનુવૃત્તિ, વ્યાવૃત્તિ, ઉત્સર્ગ, અપવાદ, પ્રત્યપવાદ, સૂત્રરચનાનું પ્રયોજન વગેરે બાબતો નજર સામે રાખીને સૂત્રરચના થાય છે. મૂળ સૂત્રકાર અધ્યાયક્રમ પ્રમાણે જ રચના કરે છે. પછીથી થનારા રચનાકારો તે સૂત્રોને પ્રક્રિયા ક્રમમાં મૂકે
સિદ્ધહેમ-શબ્દાનુશાસન પર પણ આવા કેટલાય પ્રક્રિયા ગ્રંથ છે, જેમનું નિર્દેશન અહીં અમે વિગતવાર કરીએ છીએ. હૈમલઘુપ્રક્રિયા :
તપાગચ્છીય ઉપાધ્યાય વિનયવિજયગણિએ સિદ્ધહેમશબ્દાનુશાસનના અધ્યાયક્રમને પ્રક્રિયાક્રમમાં પરિવર્તિત કરીને વિ. સં. ૧૭૧૦માં હૈમલઘુપ્રક્રિયા નામના ગ્રંથની રચના કરી છે. આ પ્રક્રિયા ૧. નામ ૨. આખ્યાત અને ૩. કૃદન્ત
– આ ત્રણ વૃત્તિઓમાં વિભક્ત છે. વિષયની દષ્ટિએ સંજ્ઞા, સંધિ, લિંગ, યુખદખ્ખદુ, અવ્યય, સ્ત્રીલિંગ, કારક, સમાસ અને તદ્ધિત – આ પ્રકરણોમાં ગ્રંથની રચના કરી છે. અંતમાં પ્રશસ્તિ છે. હૈમબૃહતુપ્રક્રિયા :
ઉપાધ્યાય વિનયવિજયજીરચિત “હૈમલઘુપ્રક્રિયા” ના ક્રમને ધ્યાનમાં રાખીને આધુનિક વિદ્વાન મયાશંકર ગિરજાશંકરે તેના પર બૃહદવૃત્તિની રચના કરીને તેને “હૈમબહપ્રક્રિયા” નામ આપ્યું છે. આ ગ્રંથ છપાયેલો છે. તેનો રચનાકાળ વિ. ૨૦મી સદી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org