________________
૪૨
લાક્ષણિક સાહિત્ય હૈમપ્રકાશ (હેમપ્રક્રિયા-બૃહદ્યાસ) :
તપાગચ્છીય ઉપાધ્યાય વિનયવિજયજીએ જે “હૈમલઘુપ્રક્રિયા' ગ્રંથની રચના કરી છે તેના પર તેમણે ૩૪૦૦૦ શ્લોક-પરિણામ સ્વોપજ્ઞ “હૈમપ્રકાશ' અપરનામ હૈમપ્રક્રિયા-બૃહત્યાસ'ની રચના વિ. સં. ૧૭૯૭ના કરી છે. “સિદ્ધહેમશબ્દાનુશાસન'ના સૂત્ર “સમાનાનાં તેર વર્ષ:' (૧.૨ ૧.)માં હંમપ્રકાશમાં કનકપ્રભસૂરિકૃત “ચીયારસમુદ્ધરથી ભિન્ન મત પ્રગટ કર્યો છે. આ પ્રમાણે ઘણી જગ્યાએ તેઓએ પૂર્વે થઈ ગયેલા વૈયાકરણો કરતાં જુદો મત પ્રદર્શિત કરી પોતાની વ્યાકરણ-વિષયક પ્રતિભાનો પરિચય આપ્યો છે. ચંદ્રપ્રભા (હેમકૌમુદી):
તપાગચ્છીય ઉપાધ્યાય મેઘવિજયજીએ “સિદ્ધહેમશબ્દાનુશાસન'નાં સૂત્રો પર ભટ્ટોજી દીક્ષિત રચિત સિદ્ધાન્તકૌમુદી અનુસાર પ્રક્રિયાક્રમથી “ચંદ્રપ્રભા’ અપનામ હેમકૌમુદીર નામના વ્યાકરણગ્રંથની વિ.સં. ૧૭૫૭માં આગ્રામાં રચના કરી છે. પુષ્યિકામાં તેને “બૃહપ્રક્રિયા પણ કહેવામાં આવેલ છે. તે ૯૦૦૦ શ્લોક-પરિમાણ છે. કર્તાએ પોતાના શિષ્ય ભાનુવિજય માટે તે બનાવ્યો અને સૌભાગ્યવિજય તેમ જ મેરુવિજયે દીપાવલીના દિવસે તેનું સંશોધન કર્યુ હતું.
આ ગ્રંથ પ્રથમ વૃત્તિ અને દ્વિતીય વૃત્તિ આ બે ભાગોમાં વિભક્ત છે. “વી રે વા' (૧.૪.૩૨) પૃ. ૪૦માં ‘ી ', “નિરી' ઇત્યાદી રૂપોથી સાધનિકામાં પાણિનીય વ્યાકરણનો આધાર લેવામાં આવ્યો છે, સિદ્ધહેમશબ્દાનુશાસનનો નહીં, જે એક દોષ માનવામાં આવેલ છે. હેમશબ્દપ્રક્રિયા :
સિદ્ધહેમશબ્દાનુશાસન પર આ એક નાનો એવો ૩૫૦૦ શ્લોક-પરિમાણ મધ્યમ પ્રક્રિયા-વ્યાકરણગ્રંથ ઉપાધ્યાય મેઘવિજયગણિએ વિ. સં. ૧૭૫૭ની આસપાસ બનાવ્યો છે. તેની હસ્તલિખિત પ્રત ભાંડારકર ઇન્સ્ટીટયૂટ, પૂનામાં છે. હૈમશબ્દચંદ્રિકા :
ઉપાધ્યાય મેઘવિજયગણિએ સિદ્ધહેમશબ્દાનુશાસનના આધાર પર ૬૦૦ શ્લોક પ્રમાણ આ નાનો-એવો ગ્રંથ વિદ્યાર્થીઓના પ્રાથમિક પ્રવેશ માટે ત્રણ પ્રકાશમાં અતિ સંક્ષિપ્તમાં બનાવ્યો છે. આ ગ્રંથ મુનિ ચતુરવિજયજીએ સંપાદિત કરીને
૧. આ ગ્રંથ બે ભાગોમાં મુંબઈથી પ્રકાશિત થયેલ છે. ૨. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણાથી આ ગ્રંથ છપાઈ ગયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org