________________
લાક્ષણિક સાહિત્ય ગ્રંથકર્તાએ પોતાની પહેલાંના વ્યાકરણોમાં રહી ગયેલી ત્રુટિઓ, વિશૃંખલતા, કિલષ્ટતા, વિસ્તાર, દૂરાન્વય, વૈદિક પ્રયોગો આદિથી રહિત, નિર્દોષ અને સરળ વ્યાકરણની રચના કરી છે. તેમાં સાત અધ્યાય સંસ્કૃત ભાષા માટે છે તથા આઠમો અધ્યાય પ્રાકૃત ભાષા માટે છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર પાદ છે. બધાં મળીને ૪૬૮૫ સૂત્રો છે. ઉણાદિગણના ૧૦૦૬ સૂત્રો ઉમેરતાં સૂત્રોની કુલ સંખ્યા પ૬૯૧ થાય છે. સંસ્કૃત ભાષા સંબંધિત ૩પ૬૬ અને પ્રાકૃત ભાષા સંબંધિત ૧૧૧૯ સૂત્રો છે.
આ વ્યાકરણનાં સૂત્રોમાં લાઘવ, તેની લઘુવૃત્તિમાં ઉપયુક્ત સૂચનો, બૃહદ્ વૃત્તિમાં વિષય-વિસ્તાર અને બૃહન્યાસમાં ચર્ચાબાહુલ્યની મર્યાદાઓ વડે આ વ્યાકરણગ્રંથ અલંકૃત છે. આ બધા પ્રકારની ટીકાઓ અને પંચાંગીથી સર્વાગપૂર્ણ વ્યાકરણગ્રંથ શ્રી હેમચંદ્રસૂરિ સિવાય અને કોઈ એક જ ગ્રંથકારે નિર્માણ કર્યો હોય તેવું સમગ્ર ભારતીય સાહિત્યમાં જોવા નથી મળતું. આ વ્યાકરણની રચના એટલી આકર્ષક છે કે તેના પર લગભગ ૬૨-૬૩ ટીકાઓ, સંક્ષિપ્ત તેમ જ સહાયક ગ્રંથો અને સ્વતંત્ર રચનાઓ ઉપલબ્ધ થાય છે.
શ્રી હેમચંદ્રાચાર્યની સૂત્ર-સંકલના બીજા વ્યાકરણોથી સરળ અને વિશિષ્ટ પ્રકારની છે. તેઓએ સંજ્ઞા, સંધિ, સ્વાદિ, કારક, ષત્વનુણત્વ, સ્ત્રી-પ્રત્યય, સમાસ, આખ્યાત, કૃદન્ત અને તદ્ધિત-આ પ્રમાણે વિષયક્રમથી રચના કરી છે અને સંજ્ઞાઓ સરળ બનાવી છે.
શ્રી હેમચંદ્રાચાર્યની દૃષ્ટિકોણ શૈક્ષણિક હતો, તેથી તેમના પૂર્વાચાર્યોની રચનાઓનો આ સૂત્ર-સંયોજનામાં તેમણે સુંદર રીતે ઉપયોગ કર્યો છે. તેઓ વિશેષરૂપે શાકટાયનના ઋણી છે. જ્યાં તેમના સૂત્રો વડે કામ ચાલ્યું ત્યાં તે જ સૂત્રો કાયમ રાખ્યા, પણ જ્યાં કોઈ ત્રુટિ જણાઈ ત્યાં તેમને બદલી નાખ્યાં અને તે સૂત્રોને સર્વગ્રાહી બનાવવાની ભરપૂર કોશિશ કરી. માટે જ તો તેમણે આત્મવિશ્વાસથી કહ્યું છે કે – ‘અમારું યશ: પાટીયન” અર્થાત્ શાકટાયનનો યશ કુમારપાળ સુધી જ રહ્યો', કેમ કે ત્યાં સુધી “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' રચાયું ન હતું કે ન તો પ્રચારમાં આવ્યું હતું. શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત અનેક વિષયો સંબંધી ગ્રંથો નિમ્નલિખિત છે :
- વ્યાકરણ અને તેનાં અંગો નામ
શ્લોક-પ્રમાણ ૧. સિદ્ધહેમલઘુવૃત્તિ
૬૦૦૦ ૨. સિદ્ધહેમ-બૃહદ્ઘત્તિ (તત્ત્વપ્રકાશિકા)
૧૮૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org