________________
(૩૦)
તેમને “શૌનક શાસ્ત્ર”માં “મજૂતાવાન્ત” અર્થાત્ કૂર્મથી લઈ વરુણ પર્યત કહ્યા છે. આગળ તેમની ગણના કરી છે કે આ Spheres કે ક્ષેત્રો કેટલા-કેટલા દૂર સુધી ફેલાયેલા છે અને લખ્યું છે કે આ રીતે વાલ્મીકિ-ગણિતથી જ ગણિત-શાસ્ત્રના પારંગત વિદ્વાનોએ ઉપરના વિમાન-માર્ગોનો નિર્ણય કર્યો છે. તેમનું કથન છે કે બે પ્રવાહોના સંસર્ગથી આવર્તન થાય છે અને તેમના સંધિસ્થાનોમાં વિમાન ફસાઈને તરંગોને કારણે નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે. આજકાલ પણ કેટલીય વાર અનાયાસે જ વિમાનો આ આવર્તોમાં ફસાઈ જાય છે અને નષ્ટ થઈ જાય છે, એવી દુર્ઘટનાઓ જોવામાં આવે છે. “માર્ગનિબન્ધ” ગ્રંથમાં ગણિત એટલી જટિલ ત્રિકોણમિતિ (Trigonometry) વગેરે દ્વારા વર્ણિત છે જે સર્વસાધારણ માટે અતિ કઠિન છે આથી તેનું અહીં વર્ણન નથી કરવામાં આવતું.
ચોથું સૂત્ર છે “અત્રિશત. બોધાનન્દ વ્યાખ્યા કરી બતાવે છે કે શાસ્ત્રોમાં બધા વિમાનોનાં અંગ તથા પ્રત્યંગોનો પરસ્પર અંગાંગીભાવ હોવો એટલો જ આવશ્યક છે જેટલો શરીરના અંગોમાં હોવો. વિમાનના ૩૧ અંગ હોય છે અને તે અંગોને વિમાનના કયા-કયા ભાગમાં કયા-ક્યા અંગને લગાવવામાં કે રાખવામાં આવે, તે “છાયાપુરુષશાસ્ત્રમાં સારી રીતે વણિત છે. આજકાલ વિમાનશાસ્ત્રી આ જ્ઞાનને Aeronautic architecture નામ આપે છે. વિમાનચાલકને સુલભ અને શીધ્ર આ અંગોને પ્રયોગમાં લાવવા માટે આ અંગોની ઉચિત સ્થિતિનો આ સૂત્રની વ્યાખ્યાવૃત્તિ નિર્દેશ કરી રહી છે.
આ અંગોની સ્થિતિઓમાં સહુથી પહેલાં “વિશ્વક્રિયાદર્શન' (Paranomic view of cosmos) દર્પણનું સ્થાન બતાવ્યું છે, પછી પરિવેષસ્થાન, અંગ-સંકોચન યંત્ર સ્થાન હોય છે. વિમાનકંઠમાં કુઠિણીશક્તિસ્થાન, પુષ્મિણીપિંજુલાદર્શ, નાલપંચક, ગૂહાગર્ભાદર્શ, પંચાવર્તકસ્કન્ધનાલ, રૌદ્રીદર્પણ, શબ્દકેન્દ્રમુખ, વિઘુદ્ધાદશક, પ્રાણમુશ્કેિલી સંસ્થાન, વક્રપ્રસારણસ્થાન, શક્તિપંજરસ્થાન, શિરઃકીલ, શબ્દાકર્ષક, પટપ્રસારણસ્થાન, દિશામ્પતિ, સૂર્યશક્તિઆકર્ષણપંજર (solar energy absorption system) ઈત્યાદિ યંત્રોનાં ઉચિત સ્થાનોનો ન્યાસ કરેલ છે.
ઉપર વર્ણિત અનેક શક્તિજનક સંસ્થાનો, તેમના પ્રયોગની કલાઓ તથા અનેક યંત્રો વિષયમાં વાંચી સ્પષ્ટ અનુમાન કરી શકાય છે કે આપણા પૂર્વજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org