________________
વ્યાકરણ
આ વ્યાકરણમાં પાંચ અધ્યાય હોવાથી તેને ‘પંચાધ્યાયી’ પણ કહે છે. તેમાં પ્રકરણવિભાગ નથી. પાણિનિની જેમ વિધાનક્રમને લક્ષ્યમાં રાખીને સૂત્ર-રચના કરવામાં આવી છે. એકશેષ પ્રકરણ-રહિત એટલે કે અનેકશેષ રચના આ વ્યાકરણની વિશેષતા છે. સંજ્ઞાઓ અલ્પાક્ષરી છે અને ‘પાણિનીય વ્યાકરણ' આ ગ્રંથનો આધાર છે પરંતુ અર્થગૌરવ વધી જવાથી આ વ્યાકરણ ક્લિષ્ટ બની ગયું છે. આ લૌકિક વ્યાકરણ છે, જેમાં છાંદસ્ પ્રયોગોને પણ લૌકિક માનીને સિદ્ધ કરવામાં આવ્યા છે.
દેવનંદિએ આમાં શ્રીદત્ત, યશોભદ્ર, ભૂતબલિ, પ્રભાચંદ્ર', સિદ્ધસેન', અને સમંતભદ્ર આ પ્રાચીન જૈનાચાર્યોના મતનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ આચાર્યોનો કોઈપણ વ્યાકરણ-ગ્રંથ આજ સુધી પ્રાપ્ત નથી થયો, ન તો ક્યાંય તેમના વૈયાકરણ હોવાનો ઉલ્લેખ પણ મળે છે.
-
‘જૈનેન્દ્રવ્યાકરણ’ના બે પ્રકારના સૂત્રપાઠ મળે છે. એક પ્રાચીન છે, જેમાં ૩૦૦૦ સૂત્રો છે. બીજો સંશોધિત પાઠ છે, જેમાં ૩૭૦૦ સૂત્ર છે. તેમાં પણ બધા સૂત્રો સમાન નથી અને સંજ્ઞાઓમાં પણ ભિન્નતા છે. તેમ છતાં ઘણા અંશે સમાનતા છે. બંને સૂત્રપાઠો પર ભિન્ન-ભિન્ન ટીકાગ્રંથો છે, જેમનો પરિચય અલગથી આપ્યો છે.
પં. કલ્યાણવિજયજી ગણિ આ વ્યાકરણની આલોચના આ પ્રમાણે કરે છે :
જૈનેન્દ્રવ્યાકરણ આચાર્ય દેવનંદિની કૃતિ માનવામાં આવે છે, પરંતુ તેમાં જેજે આચાર્યોના મતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાંના એકનું પણ વ્યાકરણકાર હોવાનું પ્રમાણ નથી મળતું. મને લાગે છે કે પાછળના કેટલાક દિગમ્બર જૈન વિદ્વાનોએ પાણિનીય અષ્ટાધ્યાયી સૂત્રોને અસ્ત-વ્યસ્ત કરી આ કૃત્રિમ વ્યાકરણ બનાવી તેને દેવનંદિના નામે ચઢાવી દીધું છે.’૭
૧. ‘મુળે શ્રીવત્તસ્યાસ્ત્રિયામ્' ।। ૬. ૪. ૩૪ ॥ ૨. ‘વૃષિટ્ટનાં યશોમદ્રસ્ય' ॥ ૨. ૬. ૧૬ ॥ ૩. ‘રાદ્ ભૂતવત્તે:' || રૂ. ૪. ૮રૂ ॥ ૪. ‘રાત્રે: તિપ્રમાષન્દ્રસ્ય' || ૪. રૂ. ૬૮૦ || ૫. ‘વૈત્તે: સિદ્ધસેનસ્ય' || ૧. ૧. ૭ |
૯
૬. ‘વસ્તુછ્યું સમન્તમદ્રશ્ય' || ૧. ૪. ૨૪૦ || ૭. ‘પ્રબન્ધ-પારિજાત' પૃ. ૨૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org