________________
૧૨
લાક્ષણિક સાહિત્ય
છે.
જૈનેન્દ્રવ્યાકરણરૂપ મહેલમાં પ્રવેશવા માટે “પંચવસ્તુને સોપાન-પંક્તિ સ્વરૂપે બતાવવામાં આવેલ છે. તેની બે હસ્તિલિખિત પ્રતિઓ પૂનાના ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં છે.
આ ગ્રંથની રચના કોણે કરી, તે વિશે આ પ્રતિઓમાં આદિથી અંત સુધી કોઈ નિર્દેશ નથી મળતો. ફક્ત એક જગ્યાએ સંધિ-પ્રકરણમાં “ત્રિધા થતિ શ્રુતકીર્તિરાર્થ:' એમ લખ્યું છે. આ ઉલ્લેખ પરથી તેના કર્તા શ્રુતકીર્તિ આચાર્ય હતા. તે સ્પષ્ટ થાય છે.
નંદીસંઘની પટ્ટાવલિ'માં વિદ્યઃ કૃતસ્ત્રો તૈયારબાદ' આમ કહીને શ્રુતકીર્તિને વૈયાકરણભાસ્કર કહેવામાં આવ્યા છે.
શ્રુતકીર્તિ નામના અનેક આચાર્ય થઈ ગયા છે, તેમાંથી આ શ્રુતકીર્તિ કર્યા હતા તે શોધવું મુશ્કેલ છે. કન્નડભાષાના “ચંદ્રપ્રભચરિત'ના કર્તા અગ્રલ કવિએ શ્રુતકીર્તિને પોતાના ગુરુ બતાવ્યા છે. - 'इदु परमपुरु नाथकुलभूभृत्समुद्भूतप्रवचनसरित्सरिनाथश्रुतकीर्ति त्रैविद्यचक्रवर्तिपदपद्मनिधानदीपवर्तिश्रीमदग्गलदेवविरचिते चन्द्रप्रभचरिते ।'
આ ગ્રંથ શક સં. ૧૦૧૧ (વિ.સં. ૧૧૪૬)માં રચાયેલો છે. જો આર્ય શ્રુતકીર્તિ અને શ્રુતકીર્તિ ઐવિદ્યચક્રવર્તી એક જ હોય તો “પંચવસ્તુ' ૧૨મી શતાબ્દીના પ્રારંભમાં રચાયેલ હશે તેમ માની શકાય. લઘુ જેનેન્દ્ર (જૈનેન્દ્રવ્યાકરણ-ટીકા) :
આચાર્ય અભયનંદિની “મહાવૃત્તિના આધારે દિગંબર જૈન પંડિત મહાચન્દ્ર વિક્રમની ૧૨મી શતાબ્દીમાં જૈનેન્દ્ર વ્યાકરણ પર “લઘુ જૈનેન્દ્ર’ નામે ટીકાની રચના કરી છે.
१. सूत्रस्तम्भसमुद्धृतं प्रविलसन्न्यासोरुरत्नक्षिति
श्रीमवृत्तिकपाटसंपुटयुतं भाष्योऽथ शय्यातलम् । टीकामालमिहारुरुक्षुरचितं जैनेन्द्रशब्दागर्म,
प्रासादं पृथुपञ्चवस्तुकमिदं सोपानमारोहतात् ॥ २. महावृत्तिं शुम्भत् सकलबुधपूज्यां सुखकरी विलोक्योद्यद्ज्ञानप्रभुविभयनन्दीप्रवहिताम् । અને અછબ્રેવિયાત સંતમૂતાં (2) प्रकुर्वेऽहं [टीकां] तनुमतिर्महाचन्द्रविबुधः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org