________________
૨૪
લાક્ષણિક સાહિત્ય
શબ્દાનુશાસન' વ્યાકરણ ગ્રન્થ છે. તેને “મુષ્ટિવ્યાકરણ' પણ કહે છે. સ્વોપજ્ઞ ટીકા સાથે તે ૪૩૦૦ શ્લોક-પરિમાણ છે.
| વિક્રમની તેરમી શતાબ્દીમાં વિદ્યમાન આચાર્ય મલયગિરિ હેમચંદ્રસૂરિના સહચર હતા. એટલું જ નહીં, “આવશ્યકવૃત્તિ પૃ. ૧૧માં “તથા વહુ સ્તુતિષ પુરવ:' આ પ્રમાણે નિર્દેશ કરી ગુરુ તરીકે તેમનું સન્માન કર્યું છે. આચાર્ય હેમચંદ્રસૂરિના વ્યાકરણની રચના થયા પછી તરત જ તેમણે પોતાના વ્યાકરણની રચના કરી છે એમ પ્રતીત થાય છે અને “શાકટાયન' તેમ જ “સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન' ને જ કેન્દ્રબિંદુ બનાવીને પોતાની રચના કરી છે, કેમ કે શાકટાયન” અને “સિદ્ધહેમ' ની સાથે તેનું ઘણું સામ્ય છે. મલયગિરિએ પોતાના વ્યાખ્યા-ગ્રંથોમાં પોતાના જ વ્યાકરણનાં સૂત્રો વડે શબ્દપ્રયોગોની સિદ્ધિ બતાવી છે.
મલેયગિરિએ પોતાના વ્યાકરણની રચના કુમારપાળના રાજ્યકાળમાં કરી છે એવું તેમની “કુવૃત્તિના પા. ૩ માં “ધ્યાને દ્રશ્ય' (૨૨) આ સૂત્રના ઉદાહરણમાં ‘મહાતીર્ કુમારપાત:' એમ લખ્યું છે તેથી પણ અનુમાન થઈ શકે છે.
આચાર્ય ક્ષેમકીર્તિસૂરિએ “બૃહત્કલ્પની ટીકાની ઉત્થાનિકામાં શબ્દાનુશાસનાદ્રિ-વિશ્વવિદ્યામળ્યોતિઃપુરમપુટિનમૂતિઃ ' એવો ઉલ્લેખ મલયગિરિના વ્યાકરણ સંબંધમાં કર્યો છે, તેનાથી પ્રતીત થાય છે કે વિદ્વાનોમાં આ વ્યાકરણ માટે ઉચિત એવો આદર હતો.
તેના પર “વિષમપદ-વિવરણ ટીકા પણ છે, જે અમદાવાદના કોઈ ભંડારમાં હતી, એવો “જૈન ગ્રન્થાવલી' પૃ. ૨૯૮માં ઉલ્લેખ છે.
આ વ્યાકરણની જે હસ્તલિખિત પ્રતો મળે છે તે પૂર્ણ નથી. આ પ્રતોમાં ચતુષ્કવૃત્તિ, આખ્યાતવૃત્તિ અને કૃવૃત્તિ એ પ્રમાણે બધું મળીને ૧૨ અધ્યાયોમાં ૩૦ પાદોનો સમાવેશ છે પરંતુ તદ્ધિતવૃત્તિ, જે ૧૮ પાદોમાં છે, તે નથી મળતી.
૧. આ વ્યાકરણ-ગ્રન્થ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ
વિદ્યામંદિર તરફથી પં. બેચરદાસ દોશી દ્વારા સંપાદિત થઈ પ્રકાશિત થઈ ગયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org