________________
વ્યાકરણ
૧૩
તેની એક પ્રતિ અંકલેશ્વર દિગંબર જૈન મંદિરમાં અને બીજી અપૂર્ણ પ્રતિ પ્રતાપગઢ (માળવા)ના પ્રાચીન જૈન મંદિરમાં છે. શબ્દાર્ણવજનેન્દ્ર-વ્યાકરણ-પરિવર્તિત-સૂત્રપાઠ) :
આચાર્ય ગુણનંદિએ “જૈનેન્દ્રવ્યાકરણના મૂળ ૩OOO સૂત્રપાઠને પરિવર્તિત અને પરિવર્ધિત કરીને વ્યાકરણને સર્વાગ-સંપૂર્ણ બનાવવાની કોશિશ કરી છે. તેની રચનાનો સમય વિ. સં. ૧૦૩૬થી પહેલાનો છે. શબ્દાર્ણવપ્રક્રિયા નામે છપાયેલા આ ગ્રંથના અંતિમ શ્લોકમાં કહ્યું છે :
'सैषा श्रीगुणनन्दितानितवपुः शब्दार्णवे निर्णय
नावत्याश्रयतां विविक्षुमनसां साक्षात् स्वयं प्रक्रिया ।' અર્થાત ગુણવંદિએ જેનાં શરીરને વિસ્તૃત કર્યું છે તે “શબ્દાર્ણવમાં પ્રવેશ કરવા માટે આ પ્રક્રિયા સાક્ષાત્ નૌકા સમાન છે.
શબ્દાર્ણવકારે સૂત્રપાઠના અડધાથી વધારે સૂત્રો એનાં એ જ રાખ્યા છે. સંજ્ઞાઓ અને સૂત્રોમાં તફાવત કર્યો છે. તેથી અભયનંદિના સ્વીકૃત સૂત્રપાઠની સાથે આ ૩૦૦૦ સૂત્રોનો પણ મેળ નથી.
એવો સંભવ છે કે આ સૂત્રપાઠ પર ગુણનંદિએ કોઈ વૃત્તિની રચના કરી હોય પરંતુ એવો કોઈ ગ્રંથ આજ સુધી ઉપલબ્ધ થયો નથી.
ગુણનંદિ નામના અનેક આચાર્ય થઈ ગયા છે. એક ગુણનંદિનો ઉલ્લેખ શ્રવણ બેલ્ગોલના ૪૨,૪૩ અને ૪૭મા શિલાલેખમાં છે. તે અનુસાર તેઓ બલાકપિચ્છના શિષ્ય અને ગૃધ્રપૃચ્છના પ્રશિષ્ય હતા. તેઓ તર્ક, વ્યાકરણ અને સાહિત્યશાસ્ત્રના નિપુણ વિદ્વાન હતા. તેમની પાસે ૩૦૦ શાસ્ત્ર-પારંગત શિષ્ય હતા, જેમાં ૭૨ શિષ્ય તો સિદ્ધાંતના પારગામી હતા. આદિપંપના ગુરુ દેવેન્દ્રના પણ તેઓ ગુરુ હતા. “કર્નાટક-કવિચરિત'ના કર્તાએ તેમનો સમય વિ. સં. ૯૫૭ નિશ્ચિત કર્યો છે. એવું અનુમાન થાય છે કે આ જ ગુણનંદિ આચાર્ય “શબ્દાર્ણવના કિર્તા હશે.
१. तच्छिष्यो गुणनन्दिपण्डितयतिश्चारित्रचकेश्वरः
तर्क-व्याकरणादिशास्त्रनिपुणः साहित्यविद्यापतिः । मिथ्यात्वादिमहान्धसिन्धुरघटासंघातकण्ठीरवो भव्याम्भोजदिवाकरो विजयतां कन्दर्पदर्पापहः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org