________________
વ્યાકરણ
૧૭
અર્થાત શાકટાયનવ્યાકરણમાં ઇષ્ટિઓ ભણવાની જરૂર નથી. સૂત્રોથી અલગ વક્તવ્ય કશું જ નથી. ઉપસંખ્યાનોની પણ કશી જરૂર નથી. ઈન્દ્ર, ચન્દ્ર આદિ વૈયાકરણોએ જે શબ્દ-લક્ષણ કહ્યાં છે તે બધા આ વ્યાકરણમાં સમાવિષ્ટ છે અને જે અહીં નથી તે બીજે ક્યાંય પણ નથી.
આ વક્તવ્યમાં અતિશયોક્તિ હોવા છતાં પણ પાલ્યકીર્તિએ આ વ્યાકરણમાં પોતાની પહેલાંના વૈયાકરણોની ખામીઓ સુધારવાનો પ્રયત્ન કર્યો છે અને લૌકિક પદોનું અન્વાખ્યાન આપ્યું છે. વ્યાકરણના ઉદાહરણો પરથી રચનાકાલીન સમયનો ખ્યાલ આવે છે. આ વ્યાકરણમાં આર્ય વજ, ઇન્દ્ર અને સિદ્ધનંદિ જેવા પૂર્વાચાર્યોનો ઉલ્લેખ છે. પ્રથમ નામથી તો પ્રસિદ્ધ આર્ય વજ સ્વામી અભિપ્રેત હશે અને પછીનાં બે નામોથી યાપનીય સંઘના આચાર્યો.
આ વ્યાકરણ પર ઘણી બધી વૃત્તિઓની રચના થઈ છે. રાજશેખરે “કાવ્યમીમાંસામાં પાલ્યકીર્તિ શાકટાયનના સાહિત્ય-વિષયક મતનો ઉલ્લેખ કર્યો છે, આથી તેમનો સાહિત્ય-વિષયક કોઈ ગ્રંથ રહ્યો હશે એમ લાગે છે, પરંતુ તે ગ્રંથ કયો હશે તે હજી સુધી જાણી શકાયું નથી. પાલ્યકીર્તિના અન્ય ગ્રંથઃ
૧. સ્ત્રીમુક્તિ-પ્રકરણ, ૨. મેવલિભક્તિ-પ્રકરણ.
યાપનીય સંઘ સ્ત્રીમુક્તિ અને કેવલિભક્તિના વિષયમાં શ્વેતાંબર સંપ્રદાયની માન્યતાને અનુસરે છે અને અન્ય વિષયોની બાબતમાં દિગંબરોની સાથે મળતો આવે છે તે આ પ્રકરણો પરથી જાણી શકાય છે.૪
૧. સૂત્ર અને વાર્તિકથી જે સિદ્ધ ન થાય પરંતુ ભાષ્યકારના પ્રયોગોથી સિદ્ધ થાય તેને
ઇષ્ટિ' કહે છે. ૨. સૂત્ર ૧. ૨. ૧૩, ૧. ૨. ૩૭ અને ૨.૧.૨૨૯. 3. यथा तथा वाऽस्तु वस्तुनो रूपं वक्तृप्रकृतिविशेषायत्ता तु रसवत्ता । तथा च यमर्थं
रक्तः स्तौति तं विरक्तो विनिन्दति मध्यस्थस्तु तत्रोदास्ते इति पाल्यकीर्तिः । ૪. જૈન સાહિત્ય-સંશોધક, ભા. ૧, અંક ૩-૪માં આ પ્રકરણો પ્રકાશિત થયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org