________________
૧૬ ,
લાક્ષણિક સાહિત્ય પં. વંશીધરજીએ “જૈનેન્દ્રપ્રક્રિયા', પં. નેમિચન્દ્રજીએ “પ્રક્રિયાવતાર' અને ૫. રાજકુમારજીએ “જૈનેન્દ્રલઘુવૃત્તિ'. શાકટાયન-વ્યાકરણ :
પાણિનિ વગેરેએ જે શાકટાયન નામના વૈયાકરણાચાર્યનો ઉલ્લેખ કર્યો છે તે પાણિનિ પહેલાંના સમયમાં થઈ ગયા હતા, પરંતુ જેમનું “શાકટાયન વ્યાકરણ' આજે ઉપલબ્ધ છે તે શાકટાયન આચાર્યનું વાસ્તવિક નામ તો છે પાલ્યકીર્તિ અને તેમના વ્યાકરણનું નામ છે શબ્દાનુશાસન. પાણિનિનિર્દિષ્ટ પ્રાચીન શાકટાયન આચાર્યની જેમ પાલ્યકીર્તિ પ્રસિદ્ધ વૈયાકરણ હોવાથી તેમનું નામ પણ શાકટાયન અને તેમના વ્યાકરણનું નામ “શાકટાયન-વ્યાકરણ” તરીકે પ્રસિદ્ધ થયું હોય તેમ લાગે છે.
પાલ્યકીર્તિ જૈનોના યાપનીય સંઘના અગ્રણી તેમ જ મહાન આચાર્ય હતા. તે રાજા અમોઘવર્ષના રાજ્ય-કાળમાં થઈ ગયા. અમોઘવર્ષ શક સં. ૭૩૬ (વિ. સં. ૮૭૧)માં રાજગાદી પર બેઠો. તે જ સમયની આસપાસ એટલે કે વિક્રમની ૯મી સદીમાં આ વ્યાકરણની રચના થઈ છે.
આ વ્યાકરણમાં પ્રકરણો-વિભાગો નથી. પાણિનીની જેમ વિધાન-ક્રમનું અનુસરણ કરીને સૂત્ર-રચના કરવામાં આવી છે.
જો કે પ્રક્રિયા-ક્રમની રચના કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ આમ કરવાથી કિલતા અને વિપ્રકીર્ણતા આવી ગઈ છે. તેના પ્રત્યાહાર પાણિનિને મળતા આવતા હોવા છતાં થોડા ભિન્ન છે. જેમ કે – “ઋ7%' ના સ્થાને ફક્ત “ઋ' પાઠ છે. કેમ કે “ૐ” અને “તૂ' માં અભેદ સ્વીકારવામાં આવ્યો છે. “યવર અને “નમ્' ને મેળવીને ‘વેટરને દૂર કરીને અહીં એક સૂત્ર બનાવવામાં આવ્યું છે તથા ઉપાંત્ય સૂત્ર “શષસન્' માં વિસર્ગ, જિલ્લામૂલીય અને ઉપપ્પાનીયનો પણ સમાવેશ કરી કામ લીધું છે. સૂત્રોની રચના તદ્દન અલગ પ્રકારની છે. આના પર કાતંત્ર-વ્યાકરણનો વ્યાપક પ્રભાવ છે. આમાં ચાર અધ્યાય છે અને તે ૧૬ પાદોમાં વિભક્ત છે. - યક્ષવર્માએ “શાકટાયનવ્યાકરણ'ની “ચિંતામણિ' ટીકામાં આ વ્યાકરણની . વિશેષતા દર્શાવતા કહ્યું છે :
'इष्टिर्नेष्टा न वक्तव्यं वक्तव्यं सूत्रतः पृथक् । संख्यानं नोपसंख्यानं यस्य शब्दानुशासने ॥ इन्द्र-चन्द्रादिभिः शाब्दैर्यदुक्तं शब्दलक्षणम् । तदिहास्ति समस्तं च यत्रेहास्ति न तत् क्वचित् ॥'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org