________________
વ્યાકરણ
પણ સંસ્કૃતમાં હશે એવી સંભાવના થઈ શકે છે. ક્ષપણક-વ્યાકરણ:
વ્યાકરણવિષયક ઘણા ગ્રંથોમાં એવાં ઉદ્ધરણો મળે છે, જેનાથી જણાય છે કે કોઈ ક્ષપણક નામના વૈયાકરણે કોઈ શબ્દાનુશાસનની રચના કરી છે. “તંત્રપ્રદીપ'માં ક્ષપણકના મતનો એકથી વધુ વાર ઉલ્લેખ થયો છે.
કવિ કાલિદાસરચિત “જયોતિર્વિદાભરણ' નામના ગ્રંથમાં રાજા વિક્રમાદિત્યની સભાના નવ રત્નોના નામોનો ઉલ્લેખ છે, તેમાંના એક ક્ષપણક પણ હતા.
ઘણા ઈતિહાસવિદોના મંતવ્ય પ્રમાણે જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરનું જ બીજું નામ ક્ષણિક હતું.
દિગમ્બર જૈનાચાર્ય દેવનન્ટિએ સિદ્ધસેનના વ્યાકરણવિષયક મતનો “વેઃ સિદ્ધસેન / ૫.૨૭.” આ સૂત્ર દ્વારા ઉલ્લેખ કર્યો છે.
ઉજ્જવલદત્ત-વિરચિત “ઉણાદિવૃત્તિમાં “પવૃિત્તી ૩પત્ર “રૂતિ' શબ્દ માદ્યર્થ વ્યાધ્યાત: ' આ પ્રમાણે ઉલ્લેખ મળે છે, તેથી જણાય છે કે ક્ષપણકે વૃત્તિ, ધાતુપાઠ, ઉણાદિસૂત્ર આદિ સાથે વ્યાકરણ-ગ્રંથની રચના કરી હશે.
મૈત્રેયરક્ષિતે “તંત્રપ્રદીપ’ (૪.૧.૧૫૫) સૂત્રમાં “ક્ષપણક-મહાન્યાસ' ઉદ્ધત કરેલ છે. તેનાથી જાણી શકાય છે કે ક્ષપણક-રચિત વ્યાકરણ પર “ન્યાસ'ની પણ રચના થઈ હશે.
આ ક્ષપણકરચિત શબ્દાનુશાસન, તેની વૃત્તિ, ન્યાસ કે તેનો કોઈ અંશ આજ સુધી પ્રાપ્ત થયો નથી.
૧. મૈત્રેયરક્ષિતે પોતાના “તંત્રપ્રદીપ’માં–‘ગતવ નાવમામાને અન્ય તિ વિપરત્વીન ફૂદ્ધત્વ વધત્વા અમારે ક્ષતિ “નાવ મળે' રૂતિ ક્ષાર શતમ્ –આવો
ઉલ્લેખ કરેલ છે–ભારત કૌમુદી, ભા. ૨, પૃ. ૮૯૩ની ટિપ્પણ. २. क्षपणकोऽमरसिंहशकू वेतालभट्ट-घटकर्पर-कालिदासाः।
ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org