________________
(૨૯) છે કે વિમાનની મધ્યમાં એક કળ કે લીવર (Lever) લાગેલ રહેતું હતું. જેના ચલાવવા માત્રથી એક ચપટી વગાડીએ તેટલા જ સમયમાં (છોટિવિછિન્નીને) ૪૦૮૭ વેગના તરંગો ઉત્પન્ન થઈ જશે અને તેમને જો શત્રુવિમાન તરફ વાળી દેવામાં આવે તો શત્રુવિમાન વેગથી ચક્કર ખાઈ ખંડિત થઈ જશે.
“પરશબ્દ ગ્રાહક” કે “રૂપાકર્ષક” તથા “ક્રિયાગ્રહણરહસ્ય”નું પણ વર્ણન આપવામાં આવ્યું છે. તે સમયનું પરશબ્દગ્રાહક યંત્ર આજકાલના રેડિયોથી વધુ ઉત્તમ એટલે હતું કે આજકાલ જયાં સુધી બીજી તરફથી શબ્દ પ્રસારિત (broadcast) ન કરવામાં આવે ત્યાં સુધી radio શબ્દ ગ્રહણ નથી કરતો. કોઈ પણ વ્યક્તિ પોતાની વાતો શા માટે પ્રસારિત નથી કરતી, તો પણ તે સમયનું પરશબ્દ ગ્રાહક રહસ્ય બધું ગ્રહણ કરી લે તું હતું. ત્યાં લખ્યું છે – “વિમાનસ્થ ગનસમાપUITદ્ર સર્વજર્ષિ” અર્થાતુ શબ્દ પકડાતા હતા. આ જ રીતે પરવિમાનસ્થિત વસ્તુ રૂપાકર્ષણ પણ કરવાનાં યંત્રો હતાં. “ક્રિયાગ્રહણરહસ્ય” વિશેષ રશ્મિઓ અને દ્રાવક શક્તિ તથા સમવર્ગી સૂર્યકિરણોને દર્પણ દ્વારા એક શુદ્ધપટ (White screen) પર પ્રસારિત કરવાથી બીજાના વિમાન કે પૃથ્વી અથવા અંતરિક્ષમાં જ્યાં ક્યાંય કોઈ પણ ક્રિયા બની રહી હોય તેનું સ્વરૂપ પ્રતિબિમ્બ (Images) શુદ્ધપટ પર મૂર્તિવતુ ચિકિત થઈ જતું હતું, જેને જોઈ બીજાની બધી ક્રિયાઓ ની ખબર પડી જતી હતી. તે આજકાલના Kinometography કે Television સમાન યા હતું.
આપણા પ્રાચીન વિમાનની વિશેષતાઓનું કેટલું વધારે વર્ણન કરવું? આ પ્રકારના અનેક અદ્ભુત ચમત્કાર કરનાર યંત્રો આપણા વિદ્વાનું યંત્રશાસ્ત્રીઓ જાણતા હતા. સ્થાન અભાવને કારણે આ યંત્રો વિષયમાં વધારે નથી લખી શકાતું, એટલે ત્રીજા તથા ચોથા સૂત્રનું સંક્ષેપમાં વર્ણન કરીએ છીએ.
ત્રીજું સૂત્ર છે : પત્ત ૨ / રૂ I
બોધાનન્દની વૃત્તિ છે કે પાંચને જાણનાર જ અધિકારી ચાલક હોઈ શકે છે. તેણે આકાશમાં પાંચ પ્રકારના આવર્ત, ભ્રમર કે વંટોળોનું વર્ણન કર્યું છે. “પભ્યાવર્ત”નું શૌનકે વિસ્તારથી વર્ણન કર્યું છે. તે છે રેખાપથ, મંડલ, કશ્ય, શક્તિ તથા કેન્દ્ર. આ ૫ પ્રકારના માર્ગ (Space spheres) આકાશમાં વિમાનો માટે બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org