________________
લાક્ષણિક સાહિત્ય
વ્યાકરણોની રચના પ્રાચીનકાળથી થતી રહે છે. તો પણ વ્યાકરણ-તંત્રની પ્રણાલિનો વૈજ્ઞાનિક અને નિયમબદ્ધ રીતે પાયો નાખનાર તરીકે મહર્ષિ પાણિનિ (ઈ. પૂર્વે ૫૦૦ થી ૪૦૦ની વચ્ચે)ને માનવામાં આવે છે. જો કે તેઓ પોતાના પૂર્વજ એવા વૈયાકરણોનો સાદર ઉલ્લેખ કરે છે પરંતુ તે વૈયાકરણોનો પ્રયત્ન ન તો વ્યવસ્થિત હતો કે ન તો શૃંખલાબદ્ધ. આવી સ્થિતિમાં એ માનવું પડશે કે પાણિનિએ અષ્ટાધ્યાયી જેવા નાનકડા સૂત્રબદ્ધ ગ્રંથમાં સંસ્કૃત-ભાષાનો સાર નીચોવીને ભાષાના એવા બંધનું નિર્માણ કર્યું કે તે સૂત્રો સિવાય સિદ્ધ પ્રયોગોને અપભ્રષ્ટ ઠરાવવામાં આવ્યા અને તેમની પછી થનારા વૈયાકરણોએ ફક્ત તેમનું અનુસરણ જ કરવું પડ્યું. તેમની પછી વરરુચિ (ઇ. પૂર્વ ૪૦૦ થી ૩૦૦ની વચ્ચે), પતંજલિ, ચંદ્રગોમિન્ આદિ અનેક વૈયાકરણો થઈ ગયા, જેમણે વ્યાકરણ-શાસ્ત્રનો વિસ્તાર, સ્પષ્ટીકરણ, સરળતા, લઘતા વગેરે ઉદેશયો લઈને પોતાની નવી-નવી રચનાઓ દ્વારા વિચારો રજૂ કર્યા. પ્રસ્તુત પ્રકરણમાં ફક્ત જૈન વૈયાકરણો અને તેમના ગ્રંથોના વિષયમાં સંક્ષિપ્ત માહિતી આપવામાં આવશે.
ઐતિહાસિક વિવેચનોથી એ જ્ઞાત થાય છે કે જ્યારે બ્રાહ્મણોએ શાસ્ત્રો પર પોતાનો એકાધિકાર સ્થાપિત કર્યો ત્યારે જૈન વિદ્વાનોને વ્યાકરણ આદિ વિષય પર પોતાના નવા ગ્રંથો રચવાની પ્રેરણા મળી જેથી આજે આ વ્યાકરણ વિષય પર જૈનાચાર્યોના સ્વતંત્ર અને ટીકાત્મક ગ્રંથો સો કરતાં પણ વધારે સંખ્યામાં ઉપલબ્ધ છે. જે વૈયાકરણોની નાની-મોટી રચનાઓ જૈન ભંડારોમાં હજી સુધી અજ્ઞાતાવસ્થામાં પડી છે તે આ ગણતરીમાં સામેલ નથી.
કેટલાય આચાર્યોના ગ્રંથોનો નામોલ્લેખ મળે છે પરંતુ તે કૃતિઓ ઉપલબ્ધ નથી. જેમ કે ક્ષપણક-રચિત વ્યાકરણ, તેની વૃત્તિ અને ન્યાસ, મલવાદીકૃત વિશ્રાન્તવિદ્યાધર-ન્યાસ', પૂજ્યપાદરચિત “જૈનેન્દ્રવ્યાકરણ પર તેમનો સ્વોપજ્ઞા
ન્યાસ” અને “પાણિનીય વ્યાકરણ” પર “શબ્દાવતાર-ન્યાસ', ભદ્રેશ્વરરચિત “દીપ વ્યાકરણ' વગેરે આજ સુધી મળ્યાં નથી. આ વૈયાકરણોએ ન તો ફક્ત જૈનરચિત વ્યાકરણ આદિ ગ્રંથો પર ટીકા-ટિપ્પણ લખ્યાં પરંતુ જૈનેતર વિદ્વાનોનાં વ્યાકરણ આદિ ગ્રંથોનો પણ સમાદાર કરતાં ટીકા, વ્યાખ્યા, વિવરણ આદિ નિર્માણ કરવાની ઉદારતા દાખવી. તેથી જ તો તે ગ્રંથકારો જૈનેતર વિદ્વાનોની સાથે સાથે જ ભારતના સાહિત્ય-પ્રાંગણમાં પોતાની પ્રતિભા વડે ગૌરવપૂર્ણ સ્થાન મેળવી શક્યા છે. તેઓએ સેંકડો ગ્રંથોનું નિર્માણ કરીને જૈનવિદ્યાનું મુખ ઉજજવળ બનાવવાની કોશિશ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org