________________
કેવળી પ્રભુનો સાથ
પૂરવ જનમની વેદનાને ભાવિએ ભૂલાવી રે, અમૃતરસનાં પાનથી કંટક સહુ વિસાર્યા રે,
જ્ઞાનધારાની લહાણીમાં અભુત શાંતિ આવે રે, આજ... ભાવિનાં એ પ્રેરક વાયુ લાવે સુરખી ઘેલી રે, જ્ઞાનસુધારસ અમૃતધારા વરસે મુજ અંતરમાં રે, અનાદિનાં ભમવાનો અંત લાવે એ લીલામાં રે, આજ...
પશ્ચાત્તાપનાં પુનિત આંસુ પામે મૌક્તિક વેલી રે, સુધારસનાં અમૃતબિંદુ આપે શીતલ રેલી રે,
દેહરહિત દશા પામીને જાવું સ્વરૂપ સ્વદેશ રે, આજ... દેહાદિનું ભાન ભૂલીને પ્રભુમાં લીન થાવું રે, તે માટેનો સાચો મારગ પ્રભુજી આપે બતાવ્યો રે, તે જાણીને હેતભાવે હું તો ધન્ય થઈ રે, આજ...
આ પદોમાંથી શ્રી અરિહંત પ્રભુનો મહિમાને વેચવા માટે કેવા પ્રકારે આજ્ઞાનો અનુભવ મને થતો હતો તે સમજાય તેવું છે. સાથે સાથે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનો સાથ મને કેટલો અને કેવી રીતે મળતો હતો તે જણાયું હશે.
શ્રી કેવળ પ્રભુનો સાથ” ભાગ-૧નાં પ્રાકથનમાં મેં જણાવ્યું હતું કે વાંચનની શરૂઆત કરવામાં શ્રી રાજપ્રભુનો ફાળો અને સાથ આપવાની બાંહેધરી કેટલી મજબૂત હતી. તો યે તે માટે મને અંતરંગમાં ક્ષોભ હતો, આ ક્ષોભને જીતવા માટે રાજપ્રભુએ મને કેટલો ઊંડો સાથ આપ્યો હતો તે આપની સ્મૃતિમાં હશે જ. વાંચન શરૂ કરતાં પહેલાં મેં મારી વ્યવહાર શુદ્ધિ જાળવવા મારા પતિ, સાડાત્રણ વર્ષના પુત્ર, જેઠજી, જેઠાણીજી, તેમના બાળકો આદિ સર્વની અનુમતિ માગી હતી, તેઓએ તે માટે ખૂબ ઉત્સાહ બતાવ્યો હતો, એટલું જ નહિ પણ આ કાર્ય કરવામાં તેમના સાથ અને સહકાર દિનપ્રતિદિન વધતા ગયા હતા. તેમાં મેં રાજપ્રભુ
xviii