________________
પ્રાકથન
પ્રભુ! આજની આ વિનતિ આપને કરું હું ભાવથી, ક્યારેય પણ અમને ન કરશો, આપની કૃપા રહિત, અમ એજ જીવિત, એ જ મૃત્યુ, એ જ વાંછા છે ખરે,
તુમ વિણ જગમાં કાંઈ પણ અમને હવે સાંતુ નથી. આપ જેમ રાખો તેમ રહેવાના હવે તો કોડ છે, ઋણથી થવાને મુક્ત, સમભાવે હવે રહેવું ખરે, જે જે સંબંધો પૂર્વકાળે આ જીવે બાંધ્યા હતા, તે તે સંબંધો ભોગવીને નિશ્ચયે છૂટવું હવે.
સંસારના સંબંધમાં સહુ સ્વાર્થનાં છે રે સગાં, પરમાર્થના સંબંધમાં સહુ પ્રેમનાં રે છે ભૂખ્યાં, સાચું જણાવ્યું મુજને એ આપનો ઉપકાર છે, ઉપકારી પ્રભુને મુજના અગણિત નમસ્કાર છે.
પ્રભુ તારા પ્રેમની રઢ લાગી, તારા શુભ ચરણોમાં રહીને, તારા પ્રેમનો લહાવો લેવા, આજે આવેલ છું ભાગ્યવાન થાવા, તારું સ્વરૂપ યથાર્થ માણવા.
આજ મારા હૈયામાં આનંદ હેલે ચડ્યો રે, વણમાગ્યે પ્રભુજીએ મુજને સર્વે આપી દીધું રે, કેમ કરીને થાયે આ કરુણાનાં સાચાં મૂલ્યો રે, નહિ વિસારું પ્રભુજી આ અદ્ભુત મારગ તારો રે. આજ...
xvii