________________
પ્રાકથન
વિશે મારે કોઈને પણ જણાવવાનું નહિ, છતાં પૂરેપૂરું પાલન કરવાનું. એ વખતે આ આજ્ઞા મને ખૂબ આકરી તથા કસોટીકારક લાગી; કારણ કે અમારા ઘરમાં અમે જમવા બેસીએ ત્યારે મોટાભાગે હું પીરસતી, એટલે બીજાને ભાગે મને પીરસવાનું આવે નહિ. વળી, બપોરે એક વાગે જમવા માટે ઓફિસેથી આવું ત્યારે હું તથા મારો સાડાત્રણ વર્ષનો ભત્રીજો એમ બે જણાં જમવામાં હોઈએ. આથી બપોરના જમવાનું કેમ થશે? આવી વિચારણા મનમાં ચાલી, પણ આમાં પ્રભુનો કોઈ ગૂઢ સંકેત હશે એમ મને લાગ્યું. આડુંઅવળું ખાવાની ટેવ ન હતી તેથી તેની ચિંતા ન હતી. એટલે પ્રભુની આજ્ઞાએ પૂર્ણતાએ વર્તી શું થાય છે તે જોવું એમ નક્કી કર્યું.
બીજા દિવસની સવાર થઈ. હું તથા ભાભી(જઠાણી) રોટલી કરતાં હતાં ત્યાં તેમણે સહજપણે મને કહ્યું, “સરયુ! દૂધ અને રોટલી લઈ લો, પછી મોડું થશે!” મારાં આશ્ચર્ય અને પ્રભુની કૃપાની મેળવણી થઈ. સામાન્ય રીતે ન કહેનારાં ભાભી અગ્રેસર થયા અને મને ખૂબ સરળતા કરી દીધી. બપોરે જમતી વખતે હું ચિ. કેતનને પીરસતી હતી, ત્યાં તે ભાવથી બોલ્યો, “કાકી, તમે તો લ્યો!” મારું કાર્ય થઈ ગયું. મેં પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો. રાત્રે અમે બધાં જમવા બેઠાં. હું બધાંને પીરસતી હતી, ત્યાં તો ભાભીની વહાલસોયી ત્રણે દીકરીઓ એક પછી એક વસ્તુ લેવા માટે ભાવથી કહેતી હતી. મારાં તો આશ્ચર્યની અવધિ જ ન રહી, પ્રભુ બધાંને એક પછી એક મને પીરસવા માટે સૂઝાડતા જતા હતા. ઓફિસમાં પણ પ્યુન ચા કે પાણી સ્વયં આપી જતો અને લેવાની સૂચના કરતો જતો. આમ શ્રી પ્રભુની સહાયથી એક પછી એક દિવસ નિર્વિને પસાર થવા લાગ્યા. આજ્ઞાપાલન યથાર્થ રીતે થતું ગયું, છતાં કોઈને મારાથી પળાતા નિયમની જાણકારી ન હતી, પ્રભુની લીલા કેવી અદ્ભુત છે! આવી સુંદર રીતે પ્રભુની આજ્ઞા પાળતાં પાળતાં બે મહિના સહેલાઈથી પસાર થઈ ગયા, અને આજ્ઞાધીન જીવનમાં પ્રભુનાં પ્રેમ તથા રક્ષણ કેવી અદ્ભુત રીતે મળે છે તેનો મને પ્રત્યક્ષ પરિચય મળ્યો. આ બે મહિનામાં એક પણ ટંક એવો ન હતો કે મને કોઈ વસ્તુની જરૂર હોય છતાં પ્રાપ્ત થઈ ન હોય.
XV