________________
અગીયાળી જૈન દેરાસરનો ટૂંકો ઈતિહાસ
આ
| ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ગામે પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી અવદાતવિજયજી મ.સા. ની સદ્ પ્રેરણાથી અને તેઓશ્રીની શુભ નિશ્રામાં વિ.સં. ૧૯૯૫માં આ દેરાસરજીના નિર્માણનું કામ ચાલુ થયેલ, અને ૧૯૯૯ માં પૂર્ણ થયેલ. ગામના સદભાગ્યે પાર્શ્વનાથ ભગવાનનાં ભવ્ય પ્રાચીન પ્રતિમાજી પણ પ્રાપ્ત થયાં. સં. ૨૦૧૫માં પ્રભુજીને ઘણા જ અમી ઝર્યા હતા. આ અમી ઝરણાં ઘણા દિવસ સુધી ચાલેલ. આ અમીઝરણાં નજરે નીહાળી સહુ પ્રભાવિત થયેલ અને સં. ૨૦૧૭ થી અખંડ દિપક ચાલુ કર્યો. જે પૂજ્યપાદ મેરૂપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરતાં તેઓશ્રીએ અમારી વિનંતીનો
સ્વીકાર કરી અમ સહુને ઉપકૃત કર્યા અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો અને ખૂબ ધામધૂમપૂર્વક અને શાસન પ્રભાવના પૂર્વક પ્રતિષ્ઠા થઈ. પ્રભુજી ગાદીનશીન થયા ત્યારથી સંઘનો અને ગામનો પણ અનેક રીતે અસ્પૃદય થયો. - અહીં બિરાજિત અમીઝરા પાર્શ્વનાથ ભગવંત ઘણા જ ચમત્કારીક છે. સાલગીરીના દિવસે બહારગામ વસતા પણ બધા લોકો ભેગા મળીને ભક્તિભાવ પૂર્વક સાલગીરી ઉજવે છે. આવા પ્રભાવિક તીર્થની યાત્રાએ પધારવા સહને તીર્થ કમિટિની વિનંતી છે.
શ્રેષ્ઠીશ્રી સુરેશભાઈ મૂળચંદ શેઠ પરિવાર (સિહોર પાસે-અગીયાળીવાળા) હાલ મુલુન્ડ-મુંબઈના સૌજન્યથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org