Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
886
986
, હૃદય નયન નિહાળે જગધણી
,
* ખૂદ નવકારમંત્રના પહેલા પાંચ પદોમાં જેને પરમેષ્ઠિ માનીને નમસ્કાર કરાયેલ છે તે પાંચે ય નામો વ્યક્તિવાચક નથી પણ ગુણવાચક છે. અરિહંતાદિ પાંચ એ કોઈ વ્યક્તિવિશેષ નથી પણ સર્વોત્કૃષ્ટ ગુણસંપદાને વરેલ પદ વિશેષ છે અને તે શાશ્વત છે માટે નવકારમંત્ર પણ શાશ્વત છે. નમસ્કાર મંત્ર એ વિશ્વમંત્ર છે, એ એકલા જૈનોનો મંત્ર નથી. આઈન્ચમાં ત્રણેકાળ અને ત્રણેલોકને સમાવી દીધા છે. એક નમસ્કારમાં ત્રણેકાળ અને ત્રણેલોકમાં રહેલ સર્વવિભૂતિઓને સ્થાન આપવામાં આવ્યું છે. જગતની કોઈ પણ વિભૂતિ નમસ્કારની બહાર નથી માટે નવકારનો આરાધક જીવરાશિથી નિરપેક્ષ ન રહી શકે. નવકારમાં ભાવ જગતની એકતા છે, તેના કારણે પંચપરમેષ્ઠિને કરાતો નમસ્કાર તેના આરાધકમાં જીવમાત્ર પ્રત્યે કરૂણાને વહાવે છે માટે નવકારનો આરાધક કરૂણા વિનાનો ન હોય.
ધર્મની ક્રિયા એ ધાર્મિકતા નથી પણ જીવમાત્ર પ્રત્યે પ્રેમ એ ધાર્મિકતા છે. પ્રેમની અભિવ્યક્તિ એ ધર્મ છે અને તે જ વીતરાગતા છે. Test of religion is not religiousness but love. જીવમાત્ર પ્રત્યે પ્રેમ છે, તેથી અભયદાન છે.
આ દર્શન ગુણરુચિ, ગુણબહુમાન, ગુણપક્ષપાત, ગુણાનુરાગ, ગુણવિકાસથી ધર્મ માને છે અને વિકાસની ઉત્તરોત્તર ભૂમિકાને ગુણસ્થાનક તરીકે ઓળખાવે છે. જેનદર્શનમાં આ માટે ચૌદ ગુણસ્થાનક બતાવવામાં આવ્યા છે. આ દર્શન દોષ, દોષરુચિ, દોષ પક્ષપાતથી અધર્મ માને છે અને દોષ તરીકે અઢાર પાપસ્થાનકને ઓળખાવે છે. કોઈપણ વ્યક્તિ પોતાને મળેલ વૈભવ, સત્તા, સંપત્તિ, શક્તિ, રૂપ, બળ વગેરેથી સદાને માટે મહાન બની શકતી નથી પણ ગુણોના વિકાસ દ્વારા ગુણસ્થાનકથી જ મહાન બની શકે છે. -
ભ્રમ, ભ્રાન્તિ, અવ્યાસ એટલે, જે વસ્તુ જેવી ન હોય તેવી તેને માનવી અને
જેવી હોય એવી, એને ન માનવી.