Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1078
1076
હૃદય નયન નિહાળે જગધણી
ઉલઝનોમાં ફસાવાપણું થાય છે. એમાંથી મોહ, લોભ, લાલચ, માયા, કપટ, જૂઠ, સ્વાર્થ, દગો, વિશ્વાસઘાત, આદિ અનેક દોષો ઉદ્ભવે છે. અને સંયોગ-વિયોગ, હર્ષ-શોક વગેરેની શૃંખલા સર્જાય છે.
આમ તત્ત્વચિંતનમાં અર્થગાંભીર્યતાની સ્પર્શના થતાં રાજીમતિને ઐદંપર્યાઈ હાથ લાગ્યો. “કામરાગ'માં કામ શબ્દ તો આનંદ સાથે જોડાયેલો છે. જે કામના-ઈચ્છા છે તે તો નિર્ભેળ અનંત અવ્યાબાધ, સંપૂર્ણ, શાશ્વત, અપ્રતિપક્ષ, અપ્રતિપાતિ સુખની એટલે કે આનંદની છે; જેમાં દુઃખ લેશમાત્ર નથી અને આનંદનો કોઈ પાર નથી, કોઈ છેડો નથી, કોઈ અંત નથી. એ તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિની કામના છે, જો કામના આત્માના શાશ્વત સુખની છે તો પછી સ્નેહ આત્માનો છે માટે સ્નેહરાગ એ આત્મરાગ બને છે. '
આમ આત્મકામ એટલે કે આત્મકામના છે અને આત્મસ્નેહ એટલે કે આત્મરાગ છે તો પછી દૃષ્ટિ આત્મદષ્ટિ છે. દષ્ટિ, દૃષ્ટિ ઉપર એટલે કે પોતાના ઉપર છે એટલે કે દૃષ્ટા ઉપર છે અર્થાત્ દ્રવ્યદૃષ્ટિ છે. આમ કામરાગનું આત્મકામમાં, સ્નેહરાગનું આત્મસ્નેહમાં અને દૃષ્ટિરાગનું આત્મદષ્ટિમાં પરિવર્તન થવું તે શુદ્ધ આત્મપરિણતિ છે જેનો આરંભ ચોથા અવિરત સમ્યકત્વ ગુણસ્થાનકથી છે અને સમાપ્તિ ચૌદમા ગુણસ્થાનકે છે કે જ્યાં પછી સિદ્ધત્વની પ્રાપ્તિ છે. આત્મવિમુખ પ્રવર્તન પરિવર્તિત થઈને આત્માભિમુખ પ્રવર્તન થતાં રાગનું પાત્ર નિજ આત્મા બનતાં આત્મનિમજ્જન થવાય છે. સ્વમય બનાય છે રાગ હનનથી મોહનન થતાં મોહન થવાય છે.
રાગનું પાત્ર ત્યારે જ બદલાય કે જ્યારે સ્થૂલ કુયોગ છૂટે અને સુયોગ સાંપડે, સાચા દેવ, સાચા ગુરુ અને સાચો ધર્મ સાંપડે તો ખોટા
દેશવિરતિ અસંખ્ય ભેદ હોય છે. સર્વવિરતિ એક ભેદે હોય છે. ક્ષયોપથમિક સમકિત (દેશ સમકિત)
અસંખ્ય ભેદ હોય છે જ્યારે સાયિક સમકિત (સર્વ સમકિત) એક ભેદ હોય છે.