Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1176
હૃદય નયન નિહાળે જગધણી
ગુણોનું પરિણમન અગુરુલઘુભાવે છે. દરેક ગુણ નિત્ય છે માટે તે વ્યંજન પર્યાય છે અને અર્થપર્યાયથી તે અનિત્ય છે. અગુરુલઘુગુણથી નિત્ય છે પર્યાયથી અનિત્ય છે. સર્વ ગુણોમાં અગુરુલઘુગુણના આધારે પદ્ગણ હાનિવૃદ્ધિ થયા કરે છે. અગુરુલઘુગુણ વીર્યને સહાય કરે છે. અગુરુલઘુગુણનું કામ પ્રાપ્ત થયેલા ગુણને તેના તે સ્વરૂપમાં ટકાવી રાખવાનું છે- જારી રાખવાનું છે. ગુણ પ્રાપ્ત કરવાનું કામ જીવનું છે. દ્રવ્યના પર્યાયમાં ફેરફાર થવા છતાં તે તે દ્રવ્યને તે તે સ્વરૂપમાં ટકાવી, રાખનાર અગુરુલઘુગુણ છે. સ્વસ્વભાવને પકડી રાખનાર, સ્વ સ્વભાવમાં સ્થિર રાખનાર અને બીજાના સંબંધમાં આવવા છતાં પણ પોતાના સ્વભાવથી ચલિત નહિ કરનાર અને અય્યત રાખનાર ગુણ અગુરુલઘુગુણ છે.
આત્મા દેહપર્યાયથી પાંચ વર્ષનો હોય કે પચ્ચીસ-પચાસ વર્ષનો હોય છતાં પોતાના દેહપ્રમાણ રહે છે એ અગુરુલઘુત્વ છે. તેમાં ફેરફાર થાય છે અને નથી પણ થતો. માણસની બુદ્ધિમાં ફેરફાર થાય છે. પર પ્રત્યયિક ભાવથી તે સ્થૂલ અને સૂક્ષ્મ બની શકે છે.
આમ્રવૃક્ષની શાખા ઉપર રહેલ કેરીઓ સૌથી પહેલા મરવા રૂપે નાની હોય છે પછી ધીમે ધીમે મોટી થાય છે ત્યારે શાખાઓ નમે છે પણ કેરીઓ મોટી થવા છતાં તે શાખાઓ ઉપર જ રહે છે. તે કેરીઓ વજનથી લચી પડે છે પણ નીચે નથી પડી જતી; તે અગુરુલઘુગુણને આભારી છે. અગુરુલઘુગુણને કારણે શાખાઓને કેરીનું વજન, વજનરૂપે લાગતું નથી
જ્યારે તે જ કેરીઓની જગ્યાએ તેટલા જ વજનના કે તેનાથી અડધા વજનના કાટલા મૂકવામાં આવે તો તે શાખા ઉપર ટકી શકતા નથી. શાખાઓ-ડાળીઓ તૂટી જાય છે. વળી આ ગુણના લીધે જીવને પોતાના માથાનું વજન લાગતું નથી પણ માથા પર ઘડો કે પોટલું મૂક્યું હોય તો
એવંભૂત નય એ પરમાત્માનું સ્વરૂપ છે. સાતે નય એ સીડીના પગથિયાં છે. ” સાતે નય કારણ કાર્ય ભાવરૂપ છે. પરમાત્મા માત્ર કાર્યરૂપ છે-કૃતકૃત્ય છે.