Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 450
________________ 1272 , હૃદય નયન નિહાળે જગધણી परमरहस्समिसीणं, समत्तगणि-पिडगधरिय साराणं। परिणामियं पमाणं, निच्छयमवलंबमाणाणं ।।१।। અર્થ - સમસ્ત ગણિપિટકના સારને ધારણ કરનારા ક્ષીઓનું કથન છે કે નિશ્ચયનયને અવલંબતા જીવો માટે અહીં પરિણામ જ પ્રમાણ છે. તેમજ વળી શુદ્ધભાવધર્મની વિશેષતા માટે કહ્યું છે કે, निच्चुन्नो तंबोलो, पासेण - विणा न हु होइ जह रंगो। તદ તાળ-શનિ-તવ-માવાઝો, બદનામો ભાવ વિUTIJરા અર્થ:- ચૂનાના પાસ વિના પાનમાં રંગ આવતો નથી તેવી રીતે દાન, શીલ, તપ, ભાવના (ધર્મ) પણ ભાવ વિના નિષ્ફળ જાણવા. વળી કર્મબંધન માટે પણ ભાવની મુખ્યતા હોઈ તે સંબંધે કહ્યું છે કે, जह नवि भणिओ बंधो जीवस्स वहे वि समिइ-गुत्तिधरो। भावो तत्थ पमाणं, न पमाणं काय ववहारो।।३।। અર્થ - સમિતિ ગુપ્તિને ધારણ કરનારને જીવનો વધ થવા છતાં જેમ બંધ કહ્યો નથી. ત્યાં ભાવ પ્રમાણ છે. કાયાનો વ્યવહાર એ પ્રમાણ નથી. સંસારી જીવને અનાદિથી, કર્માનુસારે મતિ-કષાય-લિંગાદિ (૨૧) પ્રકારે ઔદયિક ભાવનું પરિણમન હોય છે. તે સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને દાનાદિ પાંચ લબ્ધિઓનો ઓછા-વત્તો ક્ષયોપશમ પણ દરેક જીવને અવશ્ય હોય છે. પરંતુ જ્યાં સુધી જીવને દર્શન મોહનીયનો ક્ષયોપશમ હોતો નથી, ત્યાં સુધી તે આત્મા આત્માર્થ સાધી શ્રુતજ્ઞાન વડે મતિજ્ઞાનનો વિકાસ સાધીને, તે વિકસિત મતિજ્ઞાનથી શુક્લ ધ્યાન ધરી, કેવળજ્ઞાનની પ્રાપ્ત કરવી.

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464