Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1280 , હૃદય નયન નિહાળે જગધણી
ભગવાનની આજ્ઞા મુજબ વિહાર વિગેરે કરવાથી કર્મબંધ નથી અને સ્વચ્છંદતાથી ઇચ્છા મુજબ વિહાર વિગેરે કરવાથી કર્મબંધ છે.
સાત નય સાપેક્ષ મોક્ષ પુરુષાર્થનો વિચાર કરતાં, ૧) નૈગમનયથી સર્વવિરતિધર એ મોક્ષપુરુષાર્થ કહેવાય. ૨) સંગ્રહનયથી સમકિત+સર્વવિરતિ એ મોક્ષપુરુષાર્થી કહેવાય.
૩) વ્યવહાર નયથી ઘરબાર રહિત અણગાર જે પંચમહાવ્રતધારી છે. નવકલ્પી વિહાર કરે છે. દશકલ્પનું સેવન કરે છે. દશવિધ સામાચારીનું પાલન કરે છે. દશવિધ યતિધર્મને પ્રગટ કરે છે. તે મોક્ષપુરુષાર્થ સમજવો.
૪) ઋજુસૂત્ર નયથી પ્રતિ પળે અમને જવાનો પ્રયત્ન કરે છે તે મોક્ષપુરુષાર્થ સાધક કહી શકાય.
૫) શબ્દનયથી ભગવાનની આજ્ઞા નિરતિચાર પાળે છે તે મોક્ષપુરુષાર્થ જાણવો.
૬) સમભિરૂઢનયથી ક્ષપકશ્રેણીમાં રહેલો મોક્ષપુરુષાર્થી છે. ૭) એવંભૂતનયથી કેવળી મોક્ષપુરુષાર્થી છે.
સિદ્ધ પરમાત્મા તો સમયે સમયે પોતાના આવિભવિ પ્રાપ્ત જ્ઞાનાદિ અનંત, અક્ષય, અરૂપી, અવ્યાબાધ તેમજ અગુરુલઘુ આદિ અનેક સ્વગુણોમાં નિકામી પણ તેમ જ સહજ પણે ક્ષાયિકભાવે પરિણામ પામતા રહે છે.
આ ધ્રુવપદનું નિરંતર સાધક આત્માએ અવલંબન લેવાનું છે જેના ફળસ્વરૂપે તે ધ્રુવ પદ રામી બની શકે છે.
- નંદીયશાશ્રીજી
સાધ્યપ્રાપ્તિમાં બાધકનો રોધક તે સાધક!