Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
| પરિશિષ્ટ , 1279
પરિશિષ્ટ
આત્મા જો આસક્ત થઈ જાય તો પતન અને જાગૃત રહે તો ફસાય નહીં.
સમકિતી પુગલના વિષયોને વિષ્ટાથી પણ વધારે ભૂંડા ચિંતવે, તે તરફ મન પણ જવા ન દે. આજે તો તપસ્વીઓને ખાવાની અભિલાષ હોય છે.
- અભિમાનનો, મોટાઈનો, પ્રસિદ્ધિનો મોહ હોય છે. તપના ઉજમણામાં પૈસા ખર્ચાવા જ જોઈએ વિગેરે ઇચ્છાઓ, આગ્રહો બાધક જાણવા..
આપણે ઈન્દ્રિયોને મારવાનો પ્રયત્ન પહેલાં કરીએ છીએ પણ સૌ પ્રથમ મનને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરવો જરૂરી છે કારણકે શાસ્ત્રમાં કહ્યું છે. મનરને ફન્દ્રિયમર, જિયભરને મૂર, મ્પનરને मुक्तिसुहं अव्वाबाह।
મનને બાંધવા માટે આત્માને પોતાના હિતાહિતનું ભાન-જ્ઞાન જોઈએ. જેમ કુંભે બાંધ્યું જળ રહે તેમ જ્ઞાને બાંધ્યું મન રહે. પણ ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાત ન ભૂલવી.
- અનાદિકાળથી મને ઈંદ્રિયોથી વિષયનો અનુભવ કર્યો છે તેથી તેમાં વાસના બંધાઈ છે તેથી ખાતા-પીતા ન હોવા છતાં મન વિષયોની દલાલી કરે છે. હવે મન ઈન્દ્રિયોની દલાલી છોડીને પંચ પરમેષ્ઠીની દલાલી કરે તો કામ થઈ જાય. * પર વસ્તુમાં સુખ આપવાનું લક્ષણ છે જ નહીં, એમ સમજી મન પરભાવમાં સુખબુદ્ધિ અને ભોગવૃત્તિનો ત્યાગ કરવાની પ્રેરણા આપતું રહે તો તે મન ઉપકારક બની શકે. ક્રિયાથી આશ્રવ થાય છે. રાગ-દ્વેષથી બંધ થાય છે. એટલે બાહ્ય ભાવથી સર્વથા અળગા ન થવાય તો પણ વિવેકી બની શકાય છે.
વિતરણ એટલે નિરારંભી, નિષ્પાપ, નિષ્પરિગ્રહી, નિરપાવિક, નિરાલંબી, નિર્વિકલ્પ, નીરિહ.