Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1178
હૃદય નયન નિહાળે જગધણી
તો જ્ઞાનરૂપી અરીસો પોતાનામાં પડતી પદાર્થોની છાયાને પકડી શકે નહિ. જ્ઞાનમાં પડતા પદાર્થોના છાયા ચિત્રને સ્પષ્ટપણે ઉપસાવવાનું કામ અગુરુલઘુગુણની સહાય થકી થાય છે. અગુરુલઘુગુણની સહાય થકી જ્ઞાનગુણ તેમજ બીજા અનંતાગુણો ઉજ્જવળતાને ધારણ કરે છે, માટે કવિએ “અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખંત” એ વાત કરી છે; જે યુક્તિયુક્ત છે, તર્ક સંગત છે તેમજ શાસ્ત્ર પાઠથી પણ સિદ્ધ છે.
આત્મામાં જ્ઞાન-દર્શનાદિ જેમ વિશેષ ગુણ છે, તેમ ૧) અસ્તિત્વ, ૨) વસ્તુત્વ, ૩) દ્રવ્યત્વ, ૪) પ્રમેયત્વ (જ્ઞેયત્વ) ૫) અગુરુલઘુત્વ અને ૬) પ્રદેશત્વ એ છ સામાન્ય ગુણો કહેલા છે. સામાન્ય એટલા માટે કહ્યા કે તે જીવમાં રહે છે, તેમ બાકીના પાંચ અજીવ દ્રવ્યમાં પણ રહે છે. તેમાંનો એક અગુરુલઘુગુણ છે કે જેની આપણે અહિંયા વિચારણા કરી રહ્યાં છીએ.
૧) જે ગુણને લીધે દ્રવ્યોનો નાશ ન થાય તે અસ્તિત્વ ગુણ
કહેવાય.
૨) જે ગુણને લીધે દ્રવ્યમાં અર્થક્રિયા થયા કરે તે વસ્તુત્વ ગુણ કહેવાય. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમયે પર્યાયો પલટાતા જ હોય છે એટલે પ્રતિસમયે અર્થ ક્રિયા ચાલુ જ હોય છે. દા.ત. ખુરસી પર કોઇ બેસે કે ન બેસે તો પણ તે અવગાહના આપવા રૂપ પોતાનો ગુણધર્મ બજાવી જ રહી છે. જેમાં ગુણ અને પર્યાય વસે છે તેને વસ્તુ કહેવાય.
૩) જેના લીધે ઉત્પાદ-વ્યયરૂપ પ્રવહણ અર્થાત્ દ્રવણ અખંડ પ્રવાહરૂપે દ્રવ્યમાં સતત ચાલ્યા કરે છે, તે પર્યાયત્વ જ દ્રવ્યનું દ્રવ્યત્વ ગુણ છે. II પ્રવૃતિ કૃતિ દ્રવ્ય
વેદાંતના સાઘન યતુષ્ટયમાં જે વિવેક છે, તે જ સ્યાદ્વાદ છે. જૈન દર્શને બીજાં બધાંય દર્શનને સાપેક્ષ સત્ય કહેલ છે. ખોટા નથી વ્હેલ, એ લક્ષમાં રાખવા જેવું છે.