Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1184 ( હૃદય નયન નિહાળે જગધણી
એવા સાધકનો અગુરુલઘુગુણ પ્રગટ થતો જાય છે અને ગોત્રકર્મરૂપ આવરણો દૂર થવા માંડે છે.
અગુરુલઘુગુણના કારણે જ આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એકપણ પ્રદેશની વધઘટ થતી નથી. દેહ કુંજરનો મળે કે કીડીનો, આત્મપ્રદેશની સંખ્યા સદા, સર્વત્ર એક સરખી અસંખ્યાત જ રહે છે. જીવ
જ્યારે નિગોદની અવ્યવહાર રાશિમાંથી, કોઈ એક સિદ્ધાત્માની કૃપાએ કરીને બહાર આવે છે ત્યારે પોતાના-જ અસંખ્યાત આત્મ પ્રદેશના ” આત્મપિંડને લઈને બહાર વ્યવહાર રાશિમાં આવે છે. એમાં એક પણ આત્મપ્રદેશ ઓછો કે વધારે હોતો નથી તે આ અગુરુલઘુગુણનું કાર્ય છે. ટુંકમાં અગુરુલઘુગુણના કારણે આત્મપ્રદેશોની અખંડતા, અભંગતા. અને સંલગ્નતા છે.
૬) પ્રદેશત્વ ગુણથી થતા લાભ..
પ્રત્યેક દ્રવ્યને કોઈને કોઈ આકાર હોય જ છે. પ્રત્યેક દ્રવ્યનો આકાર તેના પોતાના “પ્રદેશત્વ ગુણને લીધે બને છે, કોઈ પણ પર દ્રવ્ય’ તે આકારનો “કર્તા હોઇ શકતો નથી. પુદ્ગલ દ્રવ્યનો આકાર “મૂર્તિક છે અન્ય પાંચ દ્રવ્યોનો આકાર અમૂર્તિક (અરૂપી) છે. આત્મદ્રવ્યના આકારમાં સંકોચ વિસ્તાર થાય તો પણ તેના અસંખ્યાત પ્રદેશ કાયમ રહે છે. તેમાં વધઘટ થતી નથી તેની સંલગ્નતા-અખંડતાનો પણ ભંગ થતો નથી. ટૂંકમાં પ્રત્યેક દ્રવ્યનો આકાર નિગોદમાં કે સિદ્ધાવસ્થામાં સ્વ વૈયક્તિતા-Self Identification છે, તે આ પ્રદેશત્વગુણને આભારી છે.
આ બધી દાર્શનિક ચર્ચાવિચારણાનો સાર એ છે કે આત્મા સર્વજ્ઞ છે અને તેની સર્વજ્ઞતાનું કારણ પ્રત્યેક દ્રવ્યમાં સામાન્યપણે રહેલ
મનનું સુખ અને દુઃખ એ રતિ-અરતિ છે, જે મોહનીયકર્મ છે. જ્યારે તન અને ? ઈન્દ્રિયોનું સુખ એ શાતા વેદનીયકર્મ છે અને તન અને ઇન્દ્રિયોનું દુઃખ એ અશાતા વેદનીયકર્મ છે.