Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 421
________________ . પરિશિષ્ટ , 1243 - a) જ્ઞાનચેતના :- શેયના (પદાર્થના) સામાન્ય વિશેષ ધર્મનું જાણપણું કરે તે જ્ઞાનચેતના. b) કર્મચેતના:- ઈષ્ટાનિષ્ટ ભાવો પ્રતિ વિધિનિષેધ રૂપ પ્રવર્તન કરે તે કર્મચેતના. રાગદ્વેષ પરિણતિ રૂપે છે. c) કર્મફળચેતના :- ઈષ્ટાનિષ્ટ, સંયોગ-વિયોગમાં જે સુખદુઃખાદિની લાગણી થવી તે કર્મફળચેતના જાણવી. હર્ષ શોકના પરિણામ થવા તે કર્મ ફળ ચેતના છે. - a) જ્ઞાનચેતના :- આ પ્રમાણે પ્રત્યેક ભિન્ન-ભિન્ન જીવાત્માની ત્રિવિધ ચેતના નિરંતર ભિન્ન-ભિન્ન સ્વરૂપે પ્રવર્તે છે, પરંતુ જડ દ્રવ્યોમાં કોઈ પણ પ્રકારની ચેતના હોતી નથી. સ્વ-પરના વિવેકી શુદ્ધ આત્મદ્રવ્યને વિશે (પરમાત્માને) ત્રિવિધ ચેતના સંપૂર્ણ સ્વાધીન હોય છે. જ્યારે અશુદ્ધ આત્મતત્ત્વમાં તે કથંચિત્ પરાધીન એટલે કર્માધીન હોય છે તેમજ કથંચિત્ સ્વાધીન હોય છે. જ્ઞાનચેતનાનું સ્વરૂપ - એક જીવાત્મામાં એક સાથે બેત્રણ કે ચાર લાયોપથમિક જ્ઞાનની લબ્ધિ (શક્તિ), તો હોય છે, પરંતુ ઉપયોગ તો એક સમયે એક જ જ્ઞાનનો હોય છે. તેમ છતાં છઘસ્થ - જીવોને જ્ઞાનનો ઉપયોગ અંતર્મુહુર્તે પરાવર્તિ હોય છે. જ્યારે કેવળી પરમાત્માને તો ક્ષાયિક ભાવે નિરંતર સહજ ભાવે, સંપૂર્ણ વિષયક કેવળોપયોગ પ્રવર્તે છે અને તેથી તેઓનું સમસ્ત પરિણમન પણ યથાર્થ અવિસંવાદીભાવે કેવળ-ઉપયોગાન્તર્ગત જ હોય છે. એ નિર્વિકલ્પ ઉપયોગવંતતા હોય છે. કેવલ્યાવસ્થામાં સંકલ્પ, વિકલ્પ કે ઉપયોગ મૂકવાપણું હોતું નથી. ઉપયોગ એટલે જ્ઞાનલબ્ધિ દ્વારા શેયને જાણવા માટેનો આત્માનો રાગ કાઢીશું તો ઈચ્છા નીકળશે અને વિકલ્પરસ્તિતા આવશે.

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464