Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1260
હૃદય નયન નિહાળે જગધણી
સંબંધી રૂપ નોકર્મનો સંબંધ પોતે પૂર્વે બાંધેલા કર્મોના ઉદયાનુસાર પ્રાપ્ત થાય છે. પરંતુ તે થકી અજ્ઞાન અને સંમોહના જોરે, જે આત્મા, રાગદ્વેષાદિ વિભાવ પરિણામનો કર્તા બનીને, નવીન કર્મ બાંધે છે તે આત્મા સંસારમાં ભટકે છે. માટે આત્માર્થી આત્માએ, અજ્ઞાન અને સંમોહને દૂર કરી રાગ-દ્વેષના કર્તુત્વથી મુક્ત થવાનો, નિરંતર શક્ય પ્રયત્ન કરવો, જેથી સંવર અને નિર્જરા વડે, સહજ પરમપદની પ્રાપ્તિ થશે.'
જૈનદર્શનના ચારે અનુયોગમાં સમ્યજ્ઞાન-દર્શન ચરિત્રાણિ મોક્ષમાર્ગ એ સર્વમાન્ય સિદ્ધાંત છે અને તે સર્વસ્વીકૃત છે.
તેમાં પણ કાર્ય-કારણભાવની વિવક્ષા કરતાં જણાવેલ છે કે, દ્રવ્ય-સભ્ય શ્રુતજ્ઞાન એટલે નવતત્ત્વોનો ગુરૂગમથી હેયોપાદેયાત્મક અવિરૂદ્ધ બોધ, તે સમ્યગ્દર્શનનું કારણ છે. આ સમ્યગ્દર્શન જે શમ, સંવેગ, નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણવાળુ છે, તે ગ્રંથિ ભેદ થકી જીવને પ્રાપ્ત થાય છે. આ દર્શન ગુણથી જીવને ભાવ ચારિત્રગુણની પ્રાપ્તિ થાય છે. આ માટે કહ્યું છે કે,
चरण पडिवत्तिहेतु धम्म-कहाकाल दिक्खमाइया। दविण दंसण सोही, सणसुद्धस्स चरणं तु॥
ધર્મકથાનુયોગ ઃ તે ઉત્તમ પુરુષોના ચારિત્રોને ચારે નિક્ષેપાથી શુદ્ધ જણાવે. જેમાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરેલ વ્યક્તિવિશેષના જીવનચારિત્રની ઉદાહરણરૂપ વિચારણા છે.
ચરણકરણાનુયોગ : આત્માને ચારિત્ર ગુણમાં ઉપકારક બાહ્યવિધિ નિષેધરૂપ આચાર જણાવે છે. જેમાં શુદ્ધિકરણથી સ્વરૂપ પ્રાપ્તિની વિચારણા છે.
રાગ, મોહ અને ઈચ્છા આપણી જ શક્તિઓ છે પણ તે અસત્ પરપદાર્થો પ્રત્યે ઊંધે માર્ગ છે.